તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લોલિયામાં પૂર્વ સરપંચની ઘાતકી હત્યા : તંગદિલી

લોલિયામાં પૂર્વ સરપંચની ઘાતકી હત્યા : તંગદિલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બાવળા
ધોળકા તાલુકાના લોલિયા ગામમાં અગાઉની સરપંચની ચૂંટણીની અદાવત રાખીને પૂર્વ દલિત યુવા સરપંચ વજિયભાઇ ચાવડા સવારે કુદરતી હાજતે ગયો હોવાની બાતમીના આધારે ગામના જ છ ભરવાડોએ લાકડીઓથી તેની ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડીને ગામમાં જ રહેતાં તેના મિત્રના ઘરે જઇને ત્રણ જણને લાકડીઓથી માર મારી નાસી છુટયા હતા. ઇજાગ્રસ્ત પૂર્વ સરપંચને ૧૦૮માં બાવળા સારવાર માટે લાવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેનું મોત થતાં જ ગામમાં અને બાવળા સીએચસી દવાખાને જિલ્લાભરની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઠ પોલીસે છ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. બીજીતરફ છ આરોપીઓ જયાં સુધી નહીં પકડાય ત્યાં સુધી લાશનો કબજો નહીં લેવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે.
ધોળકા તાલુકાના લોલિયા ગામના પૂર્વ સરપંચ વજિયભાઇ અમરાભાઇ ચાવડા (ચમાર) ઉ.વ.૩૫ સવારે સાત વાગે કુદરતી હાજતે જવા માટે ખેતરમાં ગયા હતા. આ સમાચાર ગામના રાઘુભાઇ, ભીમાભાઇ, મફાભાઇ, કાળુભાઇ, કુલદીપભાઇ, જગિ્નેશભાઇ તમામ ભરવાડોએ લાકડીઓ લઇને ખેતરમાં પહોંચી જઇને વજિયભાઇ ઉપર તૂટી પડયા હતા અને લોહીલુહાણ કરી નાખ્યા હતા. આજ વખતે વજિયભાઇના બહેન પ્રવીણાબેન અને તેમનો ભાણિયો બપિીન અમદાવાદ કોલેજ જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે બૂમાબૂમ થતી હતી કે મારો, કાપો સાલાને પૂરો કરી દો, જેથી પ્રવીણાબેન અને બપિીને ખેતર તરફ ગયા હતા અને જોયું તો છએ ભરવાડો લાકડીઓથી પ્રવીણને મારી રહ્યા હતા અને પ્રવીણાબેનને જોતાં જ તેઓ ભાગી ગયા હતા. વજિયભાઇને લોહીલુહાણ હાલતમાં પડયો હોવાથી બપિીને તરત જ ૧૦૮ને ફોન કરતા તરત જ બગોદરાની ૧૦૮ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇને ઇજાગ્રસ્તને લઇ સારવાર માટે બાવળા લાવી રહી હતી ત્યારે સારવાર મળે તે પહેલા જ વજિયભાઇનું મોત થવા પામ્યું હતું. બીજીતરફ છએ ભરવાડોએ વજિયભાઇના મિત્ર જયંતીભાઇ હરજીભાઇ રાઠોડ (કોળી પટેલ) ઘરની બહાર ગલ્લે બેઠા હતા ત્યાં પહોંચી જઇને તેના ઉપર પણ તૂટી પડયા હતા અને ઘરમાં જઇને જયંતીભાઇના ભાઇ ઘનશ્યામભાઇ અને તેના પિતા હરજીભાઇને પણ લાકડીઓથી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘનશ્યામભાઇની હાલત નાજુક હોવાથી તેમને અમદવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે જયંતીભાઇ અને હરજીભાઇને બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં તરત જ કોઠ પોલીસ ગામ ઉપર પહોંચી જઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે લાશને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવતા દલિત સમાજના આગેવાનો, લોકો અને મરણજનારના સગાસંબંધીઓ દોડી આવ્યા હતા, જેથી પહેલાં તો બાવળા પોલીસે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લાશનું પીએમ નહીં કરવા દેવાની અને લાશનો સ્વીકાર નહીં કરવાનું તેમના સગાઓએ જણાવતા જ જિલ્લાભરની પોલીસને બોલાવીને લોલિયા ગામમાં અને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખડકી દઇને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રવીણાબેનની ફરિયાદના આધારે કોઠ પોલીસે છ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પ્રો.ડીએસપી નિલિgપ્તરોય તપાસ ચલાવી રહ્યાં છે અને આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ર૦૦૬ની ચૂંટણીમાં મરણ જનાર વજિયભાઇ અને આરોપી રાઘુભાઇ ભરવાડ સામસામે સરપંચની ચૂંટણી લડયા હતા. જેમાં વજિયભાઇનો વજિય થયો હતો. જેની અદાવત રાખીને અવારનવાર બંને સામેસામે ઝઘડાઓ થયા હતા. બંને વિરુદ્ધ સામસામે ગુનો નોંધાયેલો છે. અવારનવાર ઝઘડા થતાં હોય અને એકવાર રાઘુભાઇએ વજિયભાઇને માથામાં ધારિયું મારીને જીવલેણ હુમલો પણ કર્યો હતો. જેથી તેમણે હાઇકોર્ટમાંથી પોલીસ રક્ષણ, બંદોબસ્ત માંગ્યો હતો અને પાંચ એસઆરપીનો બંદોબસ્ત પણ આપવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીઓ આવતા બંદોબસ્ત પરત લઇ લેવામાં આવ્યો હતો. રાઘુભાઇ ભરવાડ વિરુદ્ધ કોઠ પોલીસે તડીપારની દરખાસ્ત પણ કરેલી છે.
જયાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં ના આવે ત્યાંથી અમો લાશનો કબજો લેવાના નથી. અમો છએ બહેનો સળગીને મરી જઇશું પણ આરોપીઓ ના પકડાય ત્યાં સુધી અમારા ભાઇની લાશ લઇશું નહીં. આ વાતને વજિયભાઇની પત્ની અને સગાઓએ પણ પકડી રાખી હતી.
લાશનું પીએમ થાય ત્યારે વીડિયો રેકોિર્ડગ થાય અને મરણજનારના બે સગાંની હાજરીમાં થવું જોઇએ તેવો આગ્રહ રાખતા પીએમની કાર્યવાહી ખોરંભે પડી હતી અને જયાં સુધી એફઆરઆઇની કોપી ના મળે અને જિલ્લા પોલીસવડા (ગ્રામ્ય) ગગનદીપ ગંભીર ના આવે ત્યાં સુધી પીએમ નહીં થવા દઇએ તેવો આગ્રહ તેમના સગાઓએ રાખ્યો હતો. જેથી સાંજના ૪.૩૦ વાગે ગગનદીપ ગંભીર આવી પહોંચતા અને વીડિયો રોકિર્ડગ અને બે વ્યકિતની રૂબરૂમાં પેનલ ડોકટરોથી પીએમની મંજૂરી આપતા પીએમ કરવામાં આવ્યું હતું.
બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસવડા (ગ્રામ્ય) ગગનદીપ ગંભીર, પ્રો.ડીએસપી (ગ્રામ્ય) નિલિgપ્ત રોય, પીઆઇ બી.ડી. ઠક્કર, મુકેશભાઇ પટેલ, પીએસઆઇ પી.પી.વાઘેલા, એ.વાઇ.બલોચ, ડામોર, સી.એ. પરમાર તેમજ જિલ્લાની પોલીસ, એલસીબી, એસઓજી, ટ્રાફિક જિલ્લા પોલીસનો લોલિયા અને બાવળા દવાખાને પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.