• Gujarati News
  • કાની ગામે બંધ ઘરમાંથી ~ ૨.૧પ લાખની ચોરી

કાની ગામે બંધ ઘરમાંથી ~ ૨.૧પ લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રીલ તોડી ઘરમાં ઘુસેલા તસ્કરોએ કબાટ તોડવા સાથે રોકડ ૧૦ હજારની રકમ તફડાવી
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
મહુવા તાલુકાના કાની ગામે ઘર બંધ કરી લગ્નમાં ગયા હતાં. ત્યારે તસ્કરો ઘરના વાડામાંથી આવી બંધ ઘરની બારી કોઈ સાધન વડે ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. કબાટમાં મુકેલ રોકડા અને સોનાના દાગીના મળી ૨.૧પ લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં.
પોલીસના જણાવ્યા મુજબ મહુવા તાલુકાના કાની ગામે પટેલ ફળિયામાં રહેતા હસમુખભાઈ ગોવિંદભાઈ પટેલ શનિવારની રાત્રિના ૧૦.૦૦ વાગ્યે પત્ની નયનાબહન પટેલ સાથે ઘર બંધ કરી ફળિયામાંથી ઠાકોરભાઈ છગનભાઈ પટેલના પુત્રના લગ્નમાં કામરેજના દેરોદ ગામે ગયા હતાં. આ સમય દરમિયાન અજાણ્યા તસ્કરો હસમુખભાઈ પટેલના બંધ ઘરના વાડામાં પ્રવેશ કરી પાછળની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં મુકેલ ગોદરેજ કબાટના દરવાજાનો નકૂચો તોડી અંદર મુકેલ રોકડા ૧૦ હજાર તેમજ સોનાના દાગીના ૨.૦પ લાખ મળી કુલે ૨.૧પ લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતાં. હસમુખભાઈ પટેલ પત્ની સાથે મધ્યરાત્રિએ પરત જાનમાંથી આવી ૨.૦૦ વાગ્યે ઘરમાં સૂઈગયા હતાં. સવારે જાગ્યા બાદ ચોરીની જાણ થઈ હતી. જે અંગે સોમવારે મહુવા પોલીસમાં ફરિયાદ આપતાં ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.