• Gujarati News
  • વાવાઝોડાથી વૃક્ષ તૂટી પડતાં બેનાં મોત

વાવાઝોડાથી વૃક્ષ તૂટી પડતાં બેનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અચાનક વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ યુવતી સહિ‌ત પાંચ દબાયા હતા
ભાસ્કર ન્યૂઝ. સોનગઢ
સોનગઢ તાલુકાના બોરદા પંથકમાં સોમવારે બપોરે વાવાઝોડા સાથે પડેલા વરસાદન કારણે વૃક્ષ તૂટી પડવાની ઘટનામાં એક યુવાન તથા કિશોરનું મોત થયાનું નોંધાયું હતું.
બોરદા પંથકમાં સોમવારે ભારે પવન સાથે વાવાઝોડુ ફૂંકાયું હતું. તાલુકાના કૂઈલેવલ અને ગોલણ ગામની નજીક આવે વનવિભાગની ન‌ર્સરીમાં નજીકના ગામોમાંથી મજૂરી કામે આવેલ મજૂરો ન‌ર્સરી પાસે આવેલ વૃક્ષ નીચે વરસાદથી બચવા માટે આશરો લીધો હતો.ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે આ મજૂરો જે વૃક્ષની નીચે ઊભા હતાં એ વૃક્ષ અચાનક તૂટી પડતાં વૃક્ષની નીચે તમામ મજૂરો દબાઈ ગયા હતાં. આસપાસથી લોકો દોડી આવી વૃક્ષ નીચે દબાયેલા લોકોને બહાર કાઢયા હતાં. આ બનાવમાં રવિદાસ ભીખાભાઈ વસાવા ((૨૦)) ((રહે. જૂની કૂઈલીવેલ))નું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. આ સાથે અન્ય ચાર વ્યક્તિને સોનગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહીં સારવાર દરમિયાન સવિતા રામસિંગ કાથુડ ((૧૪)) ((રહે. બુધવાડા))નું મોત નીપજ્યું હતું. એ સિવાય પુષ્પા રાજુ વસાવા ((૧૮)) ((રહે, બુધવાડા)) મમતા સખારામ વસાવા ((૧પ)) બુધવાડા તથા રોહીત દિશેસ વસાવા અને નામના ત્રણ વ્યક્તિને સોનગઢ ખાતે સારવાર આપી હતી.