• Gujarati News
  • પાણી મેળવવાની મથામણ

પાણી મેળવવાની મથામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાના સમયે જ પાણીનો મોટો કકળાટ ઊભો થાય છે. ગામડાઓમાં ઊભી કરેલી પાણી યોજનાઓ કોઈને કોઈ કારણે બંધ પડી હોવાના કારણે એક કિસ્સા બહાર આવી રહ્યાં છે, ગામડાઓમાં પાણી મેળવવાના કામે બાળકો, અબાલ વૃદ્ધ, મહિ‌લાઓ સહિ‌ત કુટુંબના તમામ સભ્યો જોડતા હોય છે. ગામમાં મૂકવામાં આવેલા હેન્ડપંપમાં પણ આ સમય દરમિયાન પાણીના તળ ઊંડા ઉતરી જતા હોવાથી હેન્ડ પંપમાંથી નામ માત્રનું પાણી મળી રહ્યું છે. તસવીરમાં આંબા ગામના ભીલ ફળિયામાં મુકવામાં આવેલ હેન્ડપંપમાંથી પાણી મેળવવાની મથામણ કરતો વૃદ્ધ ખેડૂત જોવા મળે છે. તસવીર દીપક શર્મા