• Gujarati News
  • ગણદેવીના યુવાનની મટવાડ અંબિકા નદીમાં મોતની છલાંગ

ગણદેવીના યુવાનની મટવાડ અંબિકા નદીમાં મોતની છલાંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ : સતીષભાઈ સાંજે ૧૮.૩૦ કલાકે પોતાની હોન્ડા મોટરસાઈકલ નં.જીજે૨૧-એન-૧પ૭૧ ઉપર મટવાડના જૂના પુલ ઉપર આવી એમના ભત્રીજા ચિંતનભાઈ ધરમસિંહ ભવાની ((ઉ.વ.૨૭)) રહે.કોળી સમાજની વાડી સામે ગણદેવી કે જેઓ બીલીમોરા ખાતે કેમિકલ ફેકટરી ચલાવે છે તેઓ સાંજે ફેક્ટરીથી પરત આવતા હતા ત્યારે ગણદેવી સુગર ફેક્ટરી નજીક સતીષભાઈનો ફોન સાંજે ૧૮.૩૦ કલાકે આવ્યો હતો કે હું અંબિકા નદીના પુલ ઉપરથી આપઘાત કરું છું. અહીં આવી મારી લાશ લઈ જશો અને ફોન બંધ કરી દીધો હતો. ચિંતનભાઇએ તુરંત જ અંબિકા નદીના પુલ ઉપર હાંફાળા ફાંફળા જઈ પહોંચ્યા તો તેમની સતીષની મોટરસાઈકલ મળી હતી. પરંતુ સતીષ મળ્યો ન હતો અને બાદમાં પાણીમાં તપાસ કરતા ઘણી શોધખોળ બાદ તા.૨પ-પ-૧૪ના રોજ સવારે લાશ મળી હતી.