• Gujarati News
  • છાપર ગામની સગીરાને ભગાડી જવામાં ૧૩ સામે પોલીસ ફરિયાદ

છાપર ગામની સગીરાને ભગાડી જવામાં ૧૩ સામે પોલીસ ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા
ગણદેવી તાલુકાના છાપર ગામનો યુવાન સગીરાને ભગાડી જતા સગીરાની માતાએ યુવાન તથા તેના પરિવારજનો સહિ‌ત તેર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે પક્ષે સગીરાએ પણ ત્રણ વર્ષથી યુવાન સાથે પ્રેમસંબંધ હોય રાજીખુશીથી જાઉં છું. જેથી યુવાનના પરિવારને કોઈ હાનિ નહીં પહોંચાડવા માટે પોલીસમાં અરજી આપી છે.
છાપરમાં રહેતી સગીરાને માતાએ બીલીમોરા પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગામમાં જ રહેતો હિ‌રેન રાજુ પટેલે તેમની દીકરીને મોહપાસમાં ફસાવી વાતચીત કરતા આવેલા પરંતુ હિ‌રેનની રહેણીકરણી તથા વર્તુણક સારી નથી. દીકરીની ઉંમર ૧૭ વર્ષ છે એટલે એ સગીરા છે. દીકરીને લગ્નની લાલચ આપી ફસાવતો આવેલો છે. જેની તેને જાણ થતા એક વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી દીકરીને છાપર મંદિર ફળિયામાં રહેતા રાજુ બાલુભાઈ પટેલ ((ઉ.વ.૪પ)), હિ‌રેન રાજુભાઈ પટેલ ((ઉ.વ.૨૪)), નયનાબેન રાજુભાઈ પટેલ ((ઉ.વ.૪૨)), રવિભાઈ વિક્રમભાઈ પટેલ ((ઉ.વ.૨૦)), જીગર પ્રકાશ પટેલ, કૃપલ ભુપેન્દ્રભાઈ પટેલ, વિમલ કાળીદાસ પટેલ, બંટી રાજુભાઈ, રોકી રાજુભાઈ પટેલ, પ્રિતેશ બલ્લુભાઈ પટેલ, સાગર પ્રકાશ પટેલ, શંભુ ઈશ્વર પટેલ, શુક્કર ઈશ્વર તમામ ((ઉ.વ.૨૦/૨૧)) છે.
આ તમામ તેમની દીકરીને તા.૨૭/૪/૨૦૧૪ના રોજ ભેગા મળીને અમને તેમના ઘરે બોલાવતા સગીરાની માતા તેના ઘરે ગયા હતા. ત્યાં ભેગા થઈને તેઓની સાથે મારામારીનો પ્રયાસ કરવાની પેરવી કરતા હોય ત્યાં ગયા કે તરત જ અમારી સાથે ગાળાગાળી કરી હતી. દીકરી માતાની સાથે હતી તેને જબરદસ્તીથી ખેંચી દીકરીને હિ‌રેન તથા તેના મા-બાપ ખેંચીને બાઈક ઉપર બેસાડી ભગાડી લઈ ગયા હતા.હિ‌રેનના મિત્રો તેણીને તથા સાથે આવેલાઓને પકડી ઝપાઝપી કરી હતી અને કહેવા લાગ્યા કે હિ‌રેન તમારી દીકરીને ભગાડી ગયો અને તેને પત્ની બનાવીને જ રહેશે. થાય તે કરી લેવાની ધમકી આપી છે.
આ બનાવમાં સગીરાને પુખ્ત વયની થવામાં ચાર મહિ‌નાનો સમય બાકી હોવાથી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.