• Gujarati News
  • બારડોલી શિશુ મંદિરમાં લોકશાહીનો ઉત્સવ ચુંટણી’ પર પરિસંવાદ યોજાયો

બારડોલી શિશુ મંદિરમાં લોકશાહીનો ઉત્સવ-ચુંટણી’ પર પરિસંવાદ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાાસ્કર ન્યૂઝ,બારડોલી
બારડોલી નગરમાં આવેલી શિશુ મંદિરમાં સમાજના લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતી કેળવાય તથા તેઓ પોતાના મતનું મૂલ્ય સમજે તે હેતુંથી લોકશાહીનો ઉત્સવ-ચુંટણી’ વિષય પર તા.૨૭-૦૪ ના રોજ એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિસંવાદમાં મુખ્ય વક્તા તરિકે પધારેલા સામાજીક કાર્યકર્તા વિનયભાઇ પત્રાળાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, મતદાનના દિવસે ફરવા જનારા, મતદાન નહી કરી નિષ્ક્રીય રહેનારાઓને શાશકોની ટીકા કરવાનો કોઇ અધિકાર નથી. માટે જ પ્રજાએ સ્વચ્છ, પ્રમાણિક તથા રાષ્ટ્રપ્રેમી નેતા ચુનાવમાં ભાગીદાર થવું જોઇએ. આજે સ્વચ્છ પ્રમાણિક, પ્રતિભાશાળી લોકો રાજકારણમાં આવવા તૈયાર નથી. તેના લીધે દેશમાં સંવેદનશીલ,સબળ તથા દુરંદેશી નેતૃત્વની કમી વર્તાઇ રહી છે. જે રીતે એક નાની સરખી ખીસકોલી પણ વિશાળ રામસેતુ બાંધવામાં મદદરૂપ થઇ શકે છે. તે જ રીતે એક નાનો સરખો મતદાર પણ પોતાનો અનુલ્ય મત યોગ્ય માણસને આપીને દેશને એક સાચો સૂત્રધાર નક્કી કરવામાં મદદરૂપ થઇ શકે છે. તથા ખીસકોલીની જેમ સમાજના હિ‌તમાં પોતાની ક્ષમતા અનુસાર જે પણ આવશ્યક હોય તે કરી છુટવાનો સંદેશો પરિસંવાદ મારફતે લોકોને આપવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં્ બારડોલીના ડો.ગૌતમભાઇ રાવલ, ડો.અમૃતભાઇ પટેલ, બોરડોલી શીશુમંદિરના વિનોદભાઇ દેસાઇ સહિ‌તના બોરડોલી નગર પ્રબુધ્ધ નાગરીકો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને અંતમાં રાષ્ટ્રગીત ગાઇને કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો હતો.