• Gujarati News
  • ૧૯૦પ બૂથ પર ૧૬ લાખથી વધુ મતદારો

૧૯૦પ બૂથ પર ૧૬ લાખથી વધુ મતદારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ,વ્યારા
લોકસભાની બારડોલી બેઠક માટે આજરોજ યોજાનારા મતદાન પ્રક્રિયા માટે વહીવટી તંત્ર સજ્જ થઇ જવાની સાથે આખરી ઓપ આપી દેતા આજરોજ વહેલી સવારથી નિયત સમય પ્રમાણે મતદાન કાર્ય શરૂ થઇ જશે. બારડોલી બેઠક માટે દશ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાતા આજ રોજ બારડોલી બેઠક અંતર્ગત આવતા ૧૬,૧૩ ૯૩૭ મતદારો દ્વારા મતદાન કરી ઉમેદવારો ના ભાવિ શીલ થશે.
ગુજરાત લોકસભાની બેઠકની ખરાખરીનો જંગ વર્તાતા એકપણ પક્ષ દ્વારા ચુટણી પ્રચારમાં કોઇ કસર ન છોડતા વિજય થવાના પ્રયાસો હાથ ધરી દીધા હતા. ચુંટણી તારીખ આવી જતા ગત સાંજથી આચારસંહિ‌તા કડક અમલવારી બાદ પક્ષો દ્વારા ગુપ્ત પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમજ બારડોલી બેઠક માટે દશ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાતા રાજકીય માહોલ ગરમાઇ ગયો હતો.
તાપી જિલ્લાની બારડોલી બેઠક પર આદિવાસીઓ ગામીત અને ચૌધરી જ્ઞાતીનું સ્થાન અગત્યનું છે. બારડોલી બેઠક માટે પૂરૂષ મતદારો ૮,૨૯પ૨૭ તથા સ્ત્રી મતદારો ૭,૮૪૪૧૦ મળી કુલ ૧૬,૧૩૯૩૭ મતદારો મતદાન કરશે. આ મતદારો પૈકી ચૌધરી જ્ઞાતિના મતદારો અંદાજે ૨,૨પ૦૦૦ અને ગામીત મતદારો અંદાજીત ૨,૧૬૦૦૦ જેટલા છે. જ્યારે વસાવા જ્ઞાતિના ૧,૯૩૦૦૦ તથા ઢોડિયા જ્ઞાતિના ૬૬,૦૦૦ અને હળપતિ સહિ‌ત અન્ય જ્ઞાતિના ૧,પ૦૦૦૦ તેમજ મુસ્લિમ ૭પ,૦૦૦ અને સામાન્ય મતદારો ૪,૨પ૦૦૦થી વધુ હોવાનો અંદાજો છે. ચુંટણીમાં વિજય થવા વિવિધ પક્ષોના ઉમેદવોરો દ્વારા કોઇપણ જાતની કસર ન છોડી હતી. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિત ન ખોરવાઇ તે માટે તંત્ર સંપર્ણ સજ્જ થઇ ગયું છે. તથા સંવેદનશીલ મથકો પર પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આજરોજ વધુંમાં વધુ મતદરો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.