• Gujarati News
  • ઓલપાડ તાલુકામાં ૩૨૮ બૂથ ૃચ્ ’પર મતદાન પ્રક્રિયા કરાશે

ઓલપાડ તાલુકામાં ૩૨૮ બૂથ ૃચ્/’પર મતદાન પ્રક્રિયા કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિ‌તની ટીમ વિવિધ બૂથ પર રવાના
ભાસ્કર ન્યૂઝ . કીમ

ઓલપાડ તાલુકામાં ૩૨૮ બૂથ પર ચુંટણી પ્રક્રિયા માટે મતદાન કરવામાં આવશે. તાલુકા કચેરીએથી મંગળવારે તમામ ચુંટણી સ્ટાફ ૩૨૮ બૂથ પર રવાના કરાયા હતા.
લોકસભાની ચૂંટણીના પડઘમ સોમવારે સાંજે શાંત થઈ ગયા હતા. ત્યારબાદ જરૂરી ચૂંટણી કામગીરીમાં ઓલપાડ તાલુકાનું વહીવટી તંત્ર જોતરાયું હતું. તાલુકા મામલતદાર એમ.એન. મિસ્ત્રી સહિ‌ત અધિકારીઓ અને પીઆઈ એમ.એમ. વસાવા સહિ‌તના સ્ટાફને મંગળવારે તમામ બૂથ પર ચૂંટણી કામગીરી પરના અધિકારીઓની ટીમ બનાવી રવાના કરાયા હતા.
તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરીને પોલીસ અને લશ્કરી જવાનોએ ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારે ઓલપાડ વિસ્તારના ૩૨૮ બૂથ પર પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર સહિ‌ત પોલીસ જવાનો સાથેની ટીમ દરેક બૂથ પર મોકલવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
વિશ્વની સૌથી મોટી અને ભવ્ય લોકશાહીની ઐતિહાસિક નવ તબક્કાની ચૂંટણી પ્રક્રિયામાં મંગળવારે સાતમા તબક્કાના મતદાન માટેની પૂર્વ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. વિવિધ બૂથ પર પહોંચી ચુંટણી ફરજ પરના કર્મચારીઓએ અગાઉના દિવસે કરવાની તમામ કામગીરી પૂર્ણ કરવામાં જોતરાયેલા જોવા મળ્યાં હતા.