• Gujarati News
  • દુવાડાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોરીયાચની ટીમ ચેમ્પિયન

દુવાડાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોરીયાચની ટીમ ચેમ્પિયન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેલ ગણદેવી તાલુકાના દુવાડા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન મહેશ પટેલ અને કિશન પટેલ દ્વારા થયું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૦૪ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના અંતે સેમીફાઈનલ ચાસા અને દેવસર વચ્ચે યોજાઈ હતી. જેમાં દેવસરની ટીમ વિજેતા નિવડી હતી. બીજી સેમીફાઈનલમાં બોરીયાચ અને દેગામની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં બોરીયાચની ટીમ વિજેતા નિવડતા ફાઈનલ મેચ દેવસર અને બોરીયાચ ટીમ વચ્ચે યોજાઈ હતી. બોરીયાચની ટીમે પ્રથમ દાવ લઈ ૧૦ ઓવરમાં ૧૦૧ રન ૬ વિકેટે નોંધાવ્યા હતા. જેની સામે દેવસરની ટીમ પ૭ રનમાં સમેટાઈ ગઈ હતી. આમ બોરીયાચની ટીમ વિજેતા બની હતી. ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરિઝ લાલુ પટેલ બન્યો હતો. બેસ્ટ બોલર સંકેત પટેલ, વિજેતા ટીમને ટ્રોફી અપાઈ હતી.