• Gujarati News
  • ઉવા નહેરમાં બાઈક અકસ્માત પ્રકરણમાં રહસ્ય સર્જા‍યું

ઉવા નહેરમાં બાઈક અકસ્માત પ્રકરણમાં રહસ્ય સર્જા‍યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@ આખા કેસમાં ફરિયાદી હજી પોતાના ગામમાં પહોંચ્યો ન હોવાથી રહસ્ય
ભાસ્કર ન્યૂઝ.બારડોલી
બારડોલી તાલુકાનાં ઉવા ગામે કાકરાપાર ડાંબા કાંઠા નહેરનાં પુલ પરથી ત્રિપલ સવાર મોટરસાયકલને નડેલ અકસ્માતમાં મહિ‌લાનું મોત તેમજ પતિ લાપતા બનવાનાં પ્રકરણમાં બીજા દિવસે મોટરસાયકલ કે યુવાન પાણીમાંથી મળ્યા નથી. વધુમાં પોલીસ ફરીયાદ આપેલ યુવાન ઘરે પણ પહોંચ્યો નથી તેમજ બાદમાં કોઇ સંર્પક ન થતાં પોલીસ પણ અવઢવમાં પડી ગઇ છે. અને આ પ્રકરણમાં શંકાસ્પદ રીતે પોલીસ જોઇ તપાસ શરૂ કરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ સોનગઢનાં જેસીંગપુરા ફળિયામાં રહ્ેતા સંજય મનુભાઇ ગામીત((૩૯)) પોતાની પત્ની આશાબેન ગામીત((૩પ))ને બારડોલી ખાતે દવાખાને બતાવવા મિત્ર રાકેશ રમેશભાઇ ગામીત સાથે સ્પલેન્ડર મોટરસાયકલ પર આવતા રવીવારે સવારે ૭:૦૦ વાગ્યે બારડોલીનાં ઉવા ગામની સીમમાંથી કાકરાપાર ડાબા કાંઠા નહેરના પુલ પર અકસ્માતની ઘટના બનતા જેમાં રાકેશ ગામીત બચી ગયો હતો.
જયારે આશાબેન ડૂબી જવાથી મોત થયુ હતું. અને સંજયભાઇનો કોઇ પત્તો મળ્યો ન હતો. આ હકીકતની ફરીયાદ રાકેશ ગામીતે આપી હતી. આ પ્રકણમાં મહિ‌લાની લાશનો કબ્જો લેવા કોઇ સાંજ સુધી ન આવતાં પોલીસ તપાસ અર્થે ગામ ગઇ હતી, જયાં ફરીયાદી રાકેશ ગામીત પહોચ્યોં જ ન હતો. વધુમાં સોમવારે મોડી સાંજ સુધી પાણીમાથી મોટરસાયકલ કે પાણીમાં ગુમ સંજય ગામીતની ભાળ મળી ન હોવાથી પોલીસ પણ અવધળમાં પડી ગઇ છે. જોકે, આ પ્રકરણ શંકાસ્પદ હોવાનું પોલીસ માની એ દિશા તરફ તપાસ શરૂ કરી છે.
હાલ આ પ્રકરણ વધુને વધુ પેચીદુ બની રહ્યુ છે. આખી હકીકત કંઇ ઓર વળાંક તરફ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.