• Gujarati News
  • માંડવીમાં ૧૭૪ જવાનો તૈનાત, ફ્લેગ માર્ચ

માંડવીમાં ૧૭૪ જવાનો તૈનાત, ફ્લેગ માર્ચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી : માંડવી વિધાન સભા વિસ્તારમાં વિધાનસભાની પેટા ચુંટણી તથા લોકસભાની ચુંટણી શાંતિપૂણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂસ્ત બંદોબસ્તની ગોઠવણ સાથે આજે પોસઇ ડી.એ.ચુડાસમાની રાહબરી હેઠળ નગર તાલુકામાં જવાનોની ફલેગમાર્ચ ધ્યનાર્કષક બની રહેશે. રાજ્ય વિધાનસભાની ૧પ૭-માંડવી બેઠકની પેટા ચુંટણી તથા લોકસભાની ચુટણીમા ંકાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે માંડવી પોસઇ ડી.એન.ચુટાસમાએ ૧૭૪ જવાનો સાથે નગરના મુખ્ય માર્ગો તથા તાલુકાના સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ કર્યું હતું. માંડવી પોલીસ સ્ટેશનમાં પોસીસકર્મીઓ ઉપરાંત બી.એસ.એફના ૩૦ તથા એસ.આર.પી ગ્રુપના ૩૦ તથા સુરત સીટીના પપ જવાનો મળીને કુલ ૧૭૪ જેટલા જવાનો તૈનાત કરીને ચુંટણી માટેની પૂર્વ તૈયારીઓ આરંભી દેવાઇ હતી.