• Gujarati News
  • લાખ ગામે નેત્રની મફત નિદાન સારવાર કેમ્પ

લાખ ગામે નેત્રની મફત નિદાન-સારવાર કેમ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી માંડવીના દિવ્ય જ્યોતી ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ દ્વારા તા. ૦૧ મેને ગુરુવારના રોજ માંડવી તાલુકાના લાખ ગામે પ્રાથમિક શાળામાં અને તા. ૦૪ મેને રવિવારે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલમાં આંખના રોગો માટે મફત નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં આંખને લગતાં રોગોનું નિદાન કરી જરૂર હોય તેવા દર્દીઓને હોસ્પિટલના વાહનમાં માંડવી લઈ જઈ ઓપરેશન કરાશે અને ત્યારબાદ બીજા દિવસે કેમ્પના સ્થળે મૂકી આવશું. આથી આજુબાજુના ગામના તમામ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.