• Gujarati News
  • કીમ નગરમાં શાંતિયજ્ઞનું આયોજન

કીમ નગરમાં શાંતિયજ્ઞનું આયોજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ કીમનગરની મધ્યમાં નવનિર્માણ થઈ રહેલા તળાવમાં રવિવારે શાંતિયજ્ઞનું આયોજન કરાયું હતું. કીમ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા અનેક મૃતાત્માઓ અને આવનારા વર્ષોમાં નગરમાં શાંતિ જળવાઈ રહે તેવા હેતુ સાથે ગ્રામપંચાયત, સામાજિક કાર્યકરો અને ગ્રામજનો દ્વારા શાંતિયજ્ઞ, અકસ્માત નિવારણ યજ્ઞનું આયોજન કરાયું હતું. સરપંચ લક્ષ્મીબેન પટેલ, ઉપસરપંચ હિ‌તેશ શાહ, વગેરેની વિશેષ જહેમત થકી આ કાર્યક્રમ યોજાયો હતો. બ્રાણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર થકી દિવસભર શાસ્૬ોક્ત વિધિથી યજ્ઞમાં પૂજા કરાઈ હતી. મોટી સંખ્યામાં ગ્રામજનોએ યજ્ઞમાં ભાગ લીધો હતો. ગામમાં સુખાકારી, શાંતિ બને રહે અને અકસ્માતમાં કોઈના મૃત્યુ નહીં થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.