• Gujarati News
  • માંડવીમાં ખીચોખીચ ભેંસો ભરેલી બે ટ્રક ઝડપાઇ

માંડવીમાં ખીચોખીચ ભેંસો ભરેલી બે ટ્રક ઝડપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . માંડવી
માંડવીના પ્રવેશ દ્વાર જેવા ધોબણી રોડ પર ખીંચોખીચ રીતે ભેસો તથા પાડીયા ભરેલી બે શંકાસ્પદ ટ્રકો કેટલાક યુવાનોની સમય સુચકતાને કારણે પકડાઇ હતી. માંડવી નગરનાં યુવાનો ધરમેન્દ્રસિંહ મહિ‌ડા, વિજય પોલ, રાજદિપ પરમાર તથા જિજ્ઞેશ વગેરે ધોબીનાકા પર મોડી રાત્રીએ ચા પીવા ઉભા હતા. તે દરમિયાન ત્યાથી પસાર થયેલી ટ્રક ((નંબર જીજે-૧૬ એક્સ ૭૨૯પ)) પસાર થઇ હતી. જેમાંથી કોઇક દુર્ગંધ આવતા તથા પાછળના ભાગે પાટીયા મારેલા દેખાતા યુવોનેને શંકા ઉપજી હતી.
તેઓએ તરત ટ્રકનો પીછો કરી ઝંખવાવ રોડ પર કાંકરાપાર નહેર પર ટ્રકને રોકી હતી. અને ટ્રકમાં ૯ ભેંસ તથા ૬ પાડીયા ખીંચોખીચ ભરેલા હતા. અને તે સમય દરમિયાન જ બીજી ટ્રક ((નં.જીજે-૧૬ એક્સ -૭૬પ૩)) આવતા તેની પણ તપાસ કરતા તેમાં પણ ઘાસચારો કે ખાણીપાણીની વ્યવસ્થા કર્યા વગર ૮ ભેંસ તથા ૩ પાડીયા દયનીય હાલતમાં બાંધી રાખેલા હતા.
આમ, મોડી રાત્રે નગરનાં યુવનોની સમય સુચકતાને કારણે બિનઅઘિકૃત રીતે ભેંસો તથા પાડીયાને લઇ જતી ટ્રક આબાદ ઝડપાઇ હતી. આ અંગે માંડવી પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ બંને ટ્રકોનો કબજો લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અને ભેંસો તથા પાડીયાને ઉતારી ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા પણ તરત જ કરવામાં આવી હતી.