• Gujarati News
  • ખારેલ મંડળીની ચૂંટણીમાં અ વર્ગમાં ૯૦ ટકા મતદાન

ખારેલ મંડળીની ચૂંટણીમાં અ-વર્ગમાં ૯૦ ટકા મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ખારેલ
ગણદેવી તાલુકાના ખારેલમાં આવેલી વિ.વિ. કાર્યકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. મંડળીમાં ૧પ બેઠકમાંથી પ બેઠકની ચૂંટણી યોજાઈ હતી. પીપલધરા, ખાપરીયા, મટવાડ અને ગણદેવાની બેઠકો ગામના અગ્રણીના પ્રયત્નો થકી બિનહરીફ થઈ હતી. જ્યારે એંધલથી ૪ બેઠકો અને પાંચ ગામની બ વિભાગની ૧ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.
ખારેલ મંડળીના ગોડાઉનમાં ચુંટણી માટે મતદાન યોજાયું હતું. અ-વર્ગમાં ૪ બેઠક ઉપર લગભગ ૯૦ ટકા મતદાન થયું હતું. જ્યારે બ વિભાગમાં ૨પ ટકા જેટલું કંગાળ મતદાન થયું હતું.
૪ કલાકે મતદાન પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી શરૂ થઈ હતી. બ-વિભાગમાં ૧૬૦૦ માંથી ૪૩૮નું મતદાન થયું હતું. જેમાં ૯ મત રદ થયા હતા. કાંતુ લલ્લુભાઈ પટેલ ((એંધલ)) ને ૩૪૪ મત મળ્યા હતા જ્યારે વિજય ડી. દેસાઈને ૮પ મત મળ્યા હતા. આમ કાંતુ પટેલનો ૨પ૯ મતે વિજય થયો હતો.
અ વિભાગમાં રમેશ આર. પટેલને ૨૮૬, અભિષેક એન. પટેલને ૨પ૧, રમેશ વસંત આહિ‌રને ૨૪૩, મયંક આર. દેસાઈને ૧૬૬ મત મળ્યા હતા. આમ સુરેશ ટી. પટેલને ૧૬૪ અને સોનલ પટેલને ૭૮ મત મળ્યા હતા. આમ સુરેશભાઈની બે મતે હાર થઈ હતી. આમ રમેશ આર. પટેલ, અભિષેક પટેલ, રમેશ આહિ‌ર અને મયંક આર. દેસાઈ વિજયી થયા હતા.