• Gujarati News
  • બારતાડની ૧૯ વર્ષની યુવતી કોલેજમાં ગયા બાદ ગુમ

બારતાડની ૧૯ વર્ષની યુવતી કોલેજમાં ગયા બાદ ગુમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી બારતાડ ગામની ૧૯ વર્ષી‍ય યુવતી ઘરેથી કોલેજમાં પ્રથમ વર્ષ માટેનું ફોર્મ ભરવાનું કહી નીકળી હતી. પરંતુ પરત ઘરે જ ન ફરતા શોધખોળ કરી છતાં ભાળ ન મળતાં પોલીસમાં જાણ કરાઇ હતી. મહુવાનાં બારતાડ ગામે રહેતી ૧૯ વર્ષી‍ય યુવતી શનિવારનાં રોજ ઘરેથી સવારે કાછલ ગામે આવેલી કોલેજમાં એફવાયબીએનું ફોર્મ ભરવા જાવ છું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ સાંજ સુધી પરત ઘરે ફરી ન હતી. જેથી યુવતીની શોધખોળ કરી હતી પરંતુ કોઇ ભાળ ન મળતાં આખર રવિવારે મહુવા પોલીસને જાણ કરતાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. જેમાં યુવતીનાં માતા પિતાએ બારડોલીનાં પલસોદ ગામનો યુવાન ભગાવી ગયો હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે.