• Gujarati News
  • ઉવા નહેરમાં બાઈક ખાબકતાં દંપતી તણાયું, યુવકનો બચાવ

ઉવા નહેરમાં બાઈક ખાબકતાં દંપતી તણાયું, યુવકનો બચાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.બારડોલી
બારડોલી તાલુકાનાં ઉવા ગામે ને.હા.નં.૬ પર કાકરાપાર ડાંબા કાંઠા નહેરનાં પુલ પરથી ત્રિપલ સવાર મોટરસાઈકલને કોઈ વાહને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નહેરના પાણીમાં દંપતી ખેંચાય ગયું હતું. જયાંરે એક યુવાનને પાણીમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો હતો. બપોરબાદ દંપતી પૈકી મહિ‌લાની લાશ બોરીયા ગામેથી મળી આવી હતી, પતિની મોડી સાંજ સુધી ભાળ મળી નથી.
સોનગઢનાં જેસીંગપુરા ફળિયામાં રહ્ેતા સંજય મનુભાઇ ગામીત ((ઉ.વ.૩૯)) પોતાની પત્ની આશાબેન ગામીત((ઉ.વ.૩પ)) ને બારડોલી ખાતે દવાખાને બતાવવાનું હોય, ગામના જ મિત્ર ટ્રક ડ્રાઇવર રાકેશ રમેશભાઇ ગામીતને હકીકત જણાવી હતી. આથી તેઓ સ્પલેન્ડર મોટરસાઈકલ ((જીજે ૨૬ટી ૯૭૯૯)) પર રવિવારે સવારે સોનગઢથી આવવા નીકળ્યાં હતાં. સવારે ૭:૦૦ વાગ્યે બારડોલીનાં ઉવા ગામની સીમમાંથી સુરત- ધુલિયા નેંહાનં.૬ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રાકેશ ગામીત મોટરસાઈકલ હંકારી રહ્યો હતો. દરમિયાન કાકરાપાર ડાબા કાંઠા નહેરના પુલ પરથી પસાર થતાં હતાં તે વેળા પાછળથી એક અજાણ્યો ટ્રકચાલક પૂરઝડપે અને ગફલત રીતે હંકારી આવી ત્રિપલ સવાર મોટરસાઈકલને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં ત્રણે જણાં મોટરસાઈકલ સાથે નહેરનાં ધસમસતા પાણી પડયાં હતા. જેમાં દંપતી પૈકી પતિ સંજય ગામીત અને પત્ની આશાબેન ગામીત બંન્ને પાણીમાં ખેચાઈ ગયાં હતાં. જયારે મિત્ર રાકેશ ગામીતને સ્થાનિકોએ પાણીમાંથી ઊગારી લીધો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરતાં બપોરનાં મહુવાનાં બોરીયા ગામેથી નહેરના પાણીમાંથી આશાબેનની લાશ મળી આવી હતી. જયાંરે સંજય ગામીતની મોડીસાંજ સુધી શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હોવાનું પોલીસ જણાવે છે.