• Gujarati News
  • બારડોલીની પ્રેમિકાએ પણ આત્મહત્યા કરી મોત વહાલું કર્યું

બારડોલીની પ્રેમિકાએ પણ આત્મહત્યા કરી મોત વહાલું કર્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
નગરના એક પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. હિ‌ન્દુ યુવાન અને મુસ્લીમ સગીરા વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા બાદ પ્રેમી પંખીડા ભાગી ગયા હતાં. ત્યારબાદ પોલીસમાં યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે પ્રેમી પંખીડાને શોધી લાવી યુવાને કસ્ટડીમાં મુક્યો હતો. બાદમાં યુવાને કસ્ટડીમાંથી છૂટયા બાદ બીજા જ દિવસે ગળે ફાંસોખાઈ ઘરે આત્મહત્યા કરી હતી.જેના થોડા દિવસ બાદ શુક્રવારે સગીરાએ પણ પ્રેમીના વિરહમાં આત્મહત્યા કરી હતી.
બારડોલી નગર ખાતે રહેતા હિ‌ન્દુ યુવાન ભરત ((નામ બદલ્યું છે)) નગરમાં જ રહેતી ૧૭ વર્ષીય સગીરા શબાના ((નામ બદલ્યું છે)) સાથે સ્કૂલ સમયમાં જ બંનેની આંખ મળી હતી. અને પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ બંને પ્રેમીઓને સમાજ એક થવા દે તેવી સ્થિતિ ન હોવાથી ભાગી ગયા હતાં. પરંતુ બારડોલી પોલીસમાં સગીરાને ભગાડી જવા બદલ યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે બંને પ્રેમી પંખીડાને શોધી કાઢયા હતાં.યુવાનને કસ્ટડીમાં મુક્યો હતો. બાદમાં થોડા દિવસ પછી યુવાનનો છુટકારો થયો હતો અને ઘરે ગયા બાદ બીજા જ દિવસે યુવાન ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ થોડા દિવસો વિત્યા છે. ત્યાં શુક્રવારની સાંજે સગીરા ઘરમાં એકલી હોય પરિવાર બજારમાં ગયો હતો. ત્યારે ઘરમાં ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બારડોલી પોલીસ સ્થળ પર જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.