• Gujarati News
  • બાબેન ગામે પ્રથમ મોડલ મતદાન મથક તૈયાર કરાયું

બાબેન ગામે પ્રથમ મોડલ મતદાન મથક તૈયાર કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરડોલી તાજેતરમાં લોકસભાની બેઠકની ચૂંટણીમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમનું આયોજન સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેને અંતર્ગત બાબેન ગામે બારડોલી પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા શુશોભીત રીતે તૈયાર કરેલ આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે.આ પ્રકારનું સુરત જિલ્લામાં પ્રથમ મોડેલ મતદાન મથક તૈયાર કરાયું હોવાનું મામલતદાર વી. સરવૈયાએ જણાવ્યું હતું. તસવીર રાજુ પટેલ