• Gujarati News
  • પાંજરાપોળમાં રોજ શાકભાજી ખવડાવવાની અનોખી સેવા

પાંજરાપોળમાં રોજ શાકભાજી ખવડાવવાની અનોખી સેવા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દત્તરાજસિંહ ઠાકોર. કીમ
કેટલીય પ્રેરણાદાયી વ્યક્તિઓની નિસ્વાર્થ સેવા ભાવના સમાજમાં અનોખી છાપ ઊભી કરી જતી હોય છે. સમાજને પોતાના પ્રેરણાદાયી કર્તવ્ય દ્વારા સેવાભાવી મુઠ્ઠી ઉચેરા વ્યક્તિઓ માનવસેવા તો ઠીક પણ મૂંગા જાનવરોની પણ સેવા કરતાં હોય છે.આવો જ એક કિસ્સો કીમમાં હાલમાં પ્રકાશમાં આવ્યો છે. સુરતનો એક અજાણ્યો સેવાભાવી પરિવાર લાંબા સમયથી દરરોજ એક ટેમ્પો ભરીને શાકભાજી પાંજરાપોળમાં રહેતા પશુઓના ભોજન માટે મોકલાવે છે.
કીમની પાંજરા પોળમાં ૪૯૦૦ જેટલા મુંગા જાનવરો છે. જેમાં ગય, ભેંસ, બળદ પાળીયા છે જેમાં ૨પ૦૦ જેટલા રખડતા ઢોરને આ પાંજરાપોર લાવવામાં આવ્યા છ. ત્યારે ઉપરોક્ત પાંજરાપોર ખાતે રોજ એક ટેમ્પો ભરીને શાકભાજી સુરતથી કોઈ વ્યક્તિ મોકલે છે. જેમાં રિંગણ, ગાજર, કોબીજ, ફુલેવર સહિ‌ત શાકભાજી નિયમિત રીતે મોકલવામાં આવે છે.
આ દાતા અંગે પાંજરાપોરના કર્તાહર્તાઓને પુછતાં તેઓ જણાવે છે કે રોજ આશરે ૨પથી ૩૦ હજારનું શાકભાજી મુંગા જાનવરો માટે સુરતથી એક વ્યક્તિ દ્વારા મોકલવામાં આવે છે. જે વ્યક્તિને અમારા પાંજરાપોળની ક્યારેય મુલાકાત લીધી નથી. અમારા કોઈ ટ્રસ્ટીઓને પણ તેની ઓળખ નથી.