• Gujarati News
  • મીંઢોળાના વિસર્જન ઓવારાના માર્ગની સફાઈમાં ઢીલ

મીંઢોળાના વિસર્જન ઓવારાના માર્ગની સફાઈમાં ઢીલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . બારડોલી
બારડોલી નગરમાંથી પસાર મીંઢોળા નદીના વિસર્જન ઓવરા જતા માર્ગની સફાઈ કામગીરી વર્ષમાં એક વખત થતી હોય છે. બાદમાં આ માર્ગ પર કચરાના ઢગલા થઈ જતાં હોય છે. આ વિસ્તારના રહીશોએ ગંદકી વાળા રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે. આવી ગંભીર બેદરકારી પાલિકા તંત્ર દ્વારા આચરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગને આ માર્ગ પર પણ કાયમી સફાઈ માટે મુહૂર્ત આવશે ખરું ? એવો પ્રશ્ન નગરજનોમાં ઉઠવા પામ્યો છે.
બારડોલી નગર પાલિકાનું આરોગ્ય વિભાગ નગરમાં સ્વચ્છતા બાબતે ભલે બણગા ફૂકતું હોય પરંતુ હકીકત એનાથી કંઈ ઓર જ છે. નગરમાંથી પસાર મીંઢોળા નદીના કિનારે વિસર્જન ઓવરા લાખો રૂપિયાનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અન્ય ઓવારા પર આવવા જવા માટે રસ્તાની સુવિધા પાલિકા દ્વારા ઉપલબ્ધ કરી હતી. જેના કારણે આ વિસ્તારમાં રહેતા સ્લમ વિસ્તારના રહીશો પણ અવર જવર કરી શકે.
વર્ષો પહેલા જ્યારે કાચો રસ્તો હતો ત્યારે જ દશા હતી તે જ દશા આજે આરસીસી માર્ગ બન્યા પછી પણ જોવા મળી રહી થે.જ્યા ત્યાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યાં છે. પાલિકાનું આરોગ્ય વિભાગ પાસે ગણેશ વિસર્જન પહેલા સફાઇ કામગીરી કરાવવા શાસકો ઉત્સાહ બતાવતાં હોય છે. બાદમાં કદાચીત કોઈ પ્રસંગોપાત સફાઈ કરાવતાં હોય છે. ત્યારબાદ માર્ગ પરથી ગંદુ પાણી વહેવાથી માંડી કચરો નાંખવામાં આવતો હોય છે. જે સફાઈ કરવા પાલિકાને રસ જ નથી. સ્વચ્છ નગરની વાત આ માર્ગ પરથી પસાર થયા બાદ કરવી જોઈએ. વિસર્જન ઓવારા પર જતા લોકોએ ગંદકી ભર્યા માહોલમાંથી જ હાલતો પસાર થવું પડી રહ્યું છે. વધુમાં સ્થાનિક સ્લમ વિસ્તારના રહીશોની સ્થિતિ વર્ષો પહેલા અને આજની સ્થિતિમાં સુધારો જ લાગતો નથી. નગરજનો વિકાસની દ્રષ્ટિએ આવા વિસ્તારમાં પણ સ્વચ્છતા ખુબ જ જરૂરી છે.