• Gujarati News
  • બારડોલીમાં પારો ૪૦.પ ડિગ્રી થતા બફારો

બારડોલીમાં પારો ૪૦.પ ડિગ્રી થતા બફારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી : શુક્રવારના દિવસે સુરત જિલ્લાનો સૌથી વધુ ગરમ દિવસ દિવસ રહ્યો હતો. સુરત જિલ્લાનો શુક્રવારનો દિવસે તાપમાને ૪૦.પ ડિગ્રીનો પારો વટાવ્યો હતો.ઉનાળાની શરૂઆત થયા બાદ થોડા દિવસમાં જ તાપમાનનો આસમાને આંબી રહ્યો છે. સૂર્યદેવતા ધીરેધીરે પોતાના અસલી મીજાજમાં આવી રહ્યાં છે. જેથી બપોરના સમયે રસ્તા સૂમસામ નજરે પડે છે.ગત દિવસોમાં વાદળછાયા વાતાવરણ બાદ આકાશ ચોખ્ખુ થતાં તાપમાનનો પારો વધી રહ્યો છે. શુક્રવારના રોજ તાપમાનનો પારો ૪૦.પ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સાથે ભેજનું પ્રમાણ ૪પ ટકા રહ્યું છે. જેના કારણે લોકો પરસેવે રેબજેબ થયા હતાં. સૌથી વધુ તાપમાન ૪૦.પ ડિગ્રી રહ્યું હતું અને સૌથી ઓછું ૨૮ ડિગ્રી રહ્યું હતું. બપોરે ૨.૦૦ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. પવનની ગતિ ૨ કિમી રહ્યો હતો. તાપમાન વધવાની સાથે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ પાર્લરના વેચાણમાં વધારો થયો છે. અને આવનારા દિવસોમાં પણ તાપમાન પણ વધવાની શક્યતા હવામાન ખાતા દ્વારા જાણવા મળ્યું છે.