• Gujarati News
  • નાની ચીખલી ગામે ૧૬ વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદ

નાની ચીખલી ગામે ૧૬ વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. વ્યારા
વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે ખેતી કામ કરતાં એક ઈસમની ૧૬ વર્ષીય દીકરી પર ગામમાં જ રહેતા પરેશભાઈ પરસોત્તમભાઈ ગામીત દ્વારા ગત પ/૧૧/૨૦૧૩ના રોજ સગીરાને ખેતરે જતી હતી તે દરમિયાન હાથ પકડીને ખેતરમાં ખેંચી જઈ તેની ઉપર દુષ્કર્મ કર્યુ હતું. ત્યારબાદ અવાર નવાર યુવતી સાથે શરીર સંબંધ બાંધતો હતો. ગત ૨૨/૪/૧૪ના રોજ સગીરા દ્વારા ખાટી આમલી ખાધાબાદ પેટમાં દુખાવો ઉપડતાં પરિવાર દ્વારા સગીરાને પ્રાથમિક સારવાર વ્યારા ખાતે આપી હતી ત્યારબાદ વધુ સારવાર માટે સુરત લઈ જવાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન ગર્ભપાત થતાં સગીરાએ ગામના યુવાન પરેશ ગામીત વિરુદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ઝીરો નંબરથી વ્યારા મોકલવામાં આવી હતી.