• Gujarati News
  • બીલીમોરામાં સવારના સમયે ચપ્પુની અણીએ લૂંટ

બીલીમોરામાં સવારના સમયે ચપ્પુની અણીએ લૂંટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા
બીલીમોરા ફીડર રોડ ઉપર વડોદરા-પાદરાના શાકભાજીના વેપારીના માણસના સવારના સમયે ચપ્પુની અણીએ ૪ વ્યક્તિઓએ રૂ. ૨૪,૯૦૦ લૂંટી લીધા હતા.
વડોદરા નજીકના પાદરામાં આવેલ સરદાર માર્કેટ શાકભાજીની દુકાન ધરાવતા જયંતિ પરમારની દુકાનમાં કામ કરતા દિનેશ નોતરા રાઠવા ((ઉ.વ. ૨૩)) બીલીમોરા શાકભાજી માર્કેટમાં શાકભાજી લઈને વેચવા આવે છે.
આજે ગુરૂવારે બીલીમોરા સરદાર માર્કેટમાં રામબાબુ કે.ડી. સિંગની દુકાનમાં દિનેશ રાઠવા શાકભાજી લઈને વેચવા આવ્યા હતા. તેઓ શાકભાજીના રૂ. ૨૩,૬પ૦ લઈને સવારે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા જવા માટે ફિડર રોડ ઉપરથી ચાલતા ચાલતા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ચાર વ્યક્તિઓ આવીને તેમને અટકાવ્યા હતા. એમાંથી બે જણાંએ માથે કપડુ બાંધેલું હતું તથા બે એમ જ હતા. આ ચારે જણાએ દિનેશ રાઠવાના ગળા ઉપર ચપ્પુ મુકી હિ‌ન્દીમાં કહ્યું કે તેરે પાસ જીતના પૈસા હૈ વો દે દો નહીં તો ચાકુ માર દેંગે. આમ કહેતા ગભરાઈને દિનેશ રાઠવાએ ગભરાઈને તેની પાસેના શાકભાજીના પૈસા રૂ. ૨૩,૬પ૦ અને તેમની પાસેના રૂ. ૧૨પ૦ મળી કુલ રૂ. ૨૪,૯૦૦ની લૂંટ કરી હતી. લૂંટ કરી ચારમાંથી ત્રણ ઝાડીઝાંખર વિસ્તારમાં ભાગ્યા હતા, જ્યારે ચોથાએ ચપ્પુની અણીએ નેરોગેજ લાઈન સાથે આવીને પણ ભાગી ગયો હતો. આ ચાર લૂંટારા યુવાનો હતા. દિનેશ રાઠવાએ આ બનાવ અંગે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સરદાર માર્કેટને કારણે આ રસ્તા ઉપર તો અવરજવર હોય છે છતાં દિવસના સમયે લૂંટનો બનાવ બનતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.