• Gujarati News
  • બાઈકચાલકને અડફેટે લેતી મારૂતિવાન

બાઈકચાલકને અડફેટે લેતી મારૂતિવાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આહવા
ડાંગના બારીપાડા નજીક ધોરી માર્ગ ઉપર મહારાષ્ટ્ર પાસિંગ મારૂતિવાન ચાલકે સ્થાનિક શામગહાનના બાઈકચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જા‍યો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનો પગ ચગદાઈ જતા શામગહાન પીએચસી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.સાપુતારા-વઘઈને સાંકળતા ધોરીમાર્ગના બારીપાડા નજીક સાંજે અમદાવાદથી ચાકણચીયા, તા.ખેડ, જિ.પુણા તરફ જતી મારૂતિવાન નં.એમએચ-૧૨-એચડબલ્યુ-૦૦૦૨ એ શામગહાનથી બારીપાડા તરફ જઈ રહેલ બાઈક નં.જીજે-૧પ-એસી-૩પ૬ને અડફેટે લેતા ઘટનાસ્થળે બાઈકનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે બાઈકચાલક ઉમેશભાઈ બંસીભાઈ માહલેને ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેકચર થઈ જતા સારવાર અર્થે શામગહાન નજીકની પીએચસીમાં ખસેડાયા હતા.