• Gujarati News
  • ચૂંટણીચક્ર, કારમાં પથી વધુ બેસી શકશે નહીં

ચૂંટણીચક્ર, કારમાં પથી વધુ બેસી શકશે નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી આગામી ચૂંટણી દરમિયાન સુરત ((ગ્રામ્ય)) વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદાનના દિવસે ફોર વ્હીલ ગાડીમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિતથી વધારે બેસી શકાશે નહી તેમજ ઉમેદવાર અથવા તેના એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો ઉપયોગ કોઈ બીજી વ્યકિત દ્વારા થઈ શકશે નહી. મતદાનના દિવસે કોઈપણ ઉમેદવાર તેમના મતક્ષેત્રદીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓ માટે વાપરી શકશે.મતદાના દિવસે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદારોને મતદાન મથકે નિ:શુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પુરુ પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનધિકૃત દબાણ/પ્રલોભન ઉભુ કરવા સામે મનાઈ ફરમાવી છે. આ જાહેરનામું૪ મે સુધી અમલમાં રહેશે.