• Gujarati News
  • આડસંબંધના વહેમમાં પતિનો પત્ની ઉપર જીવલેણ હુમલો

આડસંબંધના વહેમમાં પતિનો પત્ની ઉપર જીવલેણ હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા
દેવસર ગામે પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા સેવી પતિએ કુહાડી અને છરી વડે પત્નીને જીવલેણ હુમલો કરી પોતાના પેટમાં છરી મારી આત્મહત્યાનો પ્રયાસ કરી લેતા બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ઘટના અંગે પુત્રોએ સગા બાપ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગણદેવી તાલુકાના દેવસર આદર્શ સોસાયટીમાં રહેતો શૈલેષ પટેલ ((૪૬)) સ્વભાવે ઉગ્ર અને શંકાશીલ હતો. ૨૨ વર્ષ અગાઉ તેના લગ્ન રમીલા પટેલ ((૪૦)) સાથે થયા હતા. પારિવારિક જીવનમાં પુત્ર કિશન પટેલ ((ઉ.વ. ૨૦)) અને જીજ્ઞેશ પટેલ ((ઉ.વ. ૧૮)) હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. શૈલેષ પટેલ કોઈ કામધંધો કરતો ન હતો. પત્ની લોકોના ઘરકામ કરી પરિવારનું પુરું કરતી હોવા છતાં તેના ચારિત્ર્ય ઉપર શંકા સેવી વારંવાર ઢોરમાર મારતો હતો.
બુધવારે બપોરે પુત્રો ઘરે ન હતા. ત્યારે શૈલેષને પત્ની ઉપર આડાસંબંધ મામલે માથાકુટ થતા તેણે રમીલાબેન ઉપર કુહાડીથી હુમલો કરી માથામાં ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પોતાના પેટમાં છરી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બંનેને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં રમીલા પટેલ ગંભીર છે. જ્યારે પતિનું ઈમરજન્સી ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યાં તેની હાલત કટોકટ છે.