• Gujarati News
  • ગણદેવીમાં મતદાર જાગૃતિ સાયકલ રેલી

ગણદેવીમાં મતદાર જાગૃતિ સાયકલ રેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી આગામી તા.૩૦ એપ્રિલના રોજ લોકસભાની સામાન્ય ચુંટણી યોજાશે. આ ચુંટણી દરમિયાન લોકો વધુમાં વધુ મતદાન કરી, લોકશાહીમાં ભાગીદાર બને તેવા પ્રયાસોના ભાગરૂપે ગણદેવી નગરપાલિકા ખાતે તા.૨૩/૪/૧૪ના રોજ મતદાર જાગૃતિ સાયકલ રેલી યોજાઇ હતી. નવસારી જિલ્લા આયોજન અધિકારી અને સ્વીપ નોડલ કે.બી.થાનકીએ સાઈકલ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. આ રેલી નગરપાલિકા કચેરીથી જુના સિનેમા રોડ, પાણીની ટાંકી, વડા તળાવ, ધનોરી નાકા, ઘાંચીવાડ, કંસારવાડ, ચોતરા, જૈન દેરાસર, ગોલવાડ, જળદેવીમાતા, પઠાણવાડ, કડિયાવાડ થઇ પરત નગરપાલિકા પરત ફરી હતી.