• Gujarati News
  • કીમ પાસે દોડતી ટ્રકમાં કાર ઘૂસી જતાં ૧નું મોત, બેને ઇજા

કીમ પાસે દોડતી ટ્રકમાં કાર ઘૂસી જતાં ૧નું મોત, બેને ઇજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . કીમ
ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલા મૂળદ પાટિયા પાસે એક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સોમવારે રાત્રે અંદાજે ૮.૩૦ કલાકે બન્યો હતો. જેમાં કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક બાળક સહિ‌ત એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી.
ઘટના સ્થળેથી મળતી વિગતો અનુસાર ઓલપાડના રાજ્ય ધોરી માર્ગ ઉપર મૂળદ પાટિયા પાસે સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી કાર ((નં.જીજે પ સીઆર ૨૧૯૦))નો ચાલક ((હજી નામ મળ્યું નથી)) પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો. ત્યારે મૂળદ પાટિયા પાસે સોમવારે અંદાજે રાત્રે ૮.૩૦ કલાકે આગળ દોડતી ટ્રકમાં કાર ઘુસી ગઈ હતી. ટ્રકમાં કાર ઘુસી જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જેમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિ ગીરીરાજભાઈ મંત્રી અને તેના એક બાળક ડેનિશને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત થતાં જ આજુબાજુના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને કારચાલક સહિ‌ત ત્રણેને કારમાંથી બહાર કાઢયા હતા. જોકે કારચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ વ્યક્તિ અને બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન લઈને ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે જાણ થતાં કીમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.