• Gujarati News
  • દીપડાને પાંજરે પુરવામાં વનવિભાગ નિષ્ફળ

દીપડાને પાંજરે પુરવામાં વનવિભાગ નિષ્ફળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મહુવા
મહુવા તાલુકાના ગામોમાં રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમાં શિકારની શોધમાં જંગલી વન્યપ્રાણી દીપડા બિન્દાસ્ત ફરી રહ્યાં છે. જેના પરિણામે ગ્રામજનો ભયભીત બની ગયા છે. અને રાત્રિ દરમિયાન ખેતરે પણ જઈ શકતા નથી જેના પરિણામે ખેડૂતે ભારે નુકસાની વેઠવાની પણ નોબત આવી છે. ઉપરાંત સાંજે એકલા ઘરની બહાર નીકળવાનું કે દૂધ ભરવા જવાનું પણ ટાળી રહ્યાં છે.
આ તાલુકાના ગામેગામ દીપડાનો આંતક દિનપ્રતિદિન વધી રહ્યો છે. પરંતુ જવાબદાર અધિકારીઓના પેટના પાણી પણ હાલતા નથી અને હાથ પર હાથ ધરી બેસી રહ્યાં છે. જેના પરિણામે તંત્ર દીપડાને પાંજરે પુરવા નિષ્ફળ નિવડી રહ્યું છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ મહુવા તાલુકાના ગામોમાં દીપડો દેખાવવાની ઘટના કે હુમલા બાદ વનવિભાગને જામ કર્યા બાદ ગ્રામજનોએ જ જાતે જઈ પાંજરુ લાવવું પડે છે અને મારણ મુકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવી પડે છે. અને પાંજરે પુરાયા બદા વનવિભાગના કર્મચારીઓ ફક્ત પાંજરે પુરાયેલ દીપડા કે દીપડીનો કબજો લેવા આવે છે. તે પહેલા તેઓ ફરકતા પણ નથી. તંત્રની આવી કહેવાતી લાલીયાવાડી અને બેદરકારીના પરિણામે ગ્રામજનોમાં ઉગ્રરોષ વ્યાપી ઉઠયો છે. ઉપરાંત તંત્રના પાકે દીપડાને પાંજરે પુરવાના પાંજરા પણ જર્જરિત બની ગયા છે. તંત્ર પાસે આ જર્જરિત પાંજરાની મરામતનો સમય ન હોવાથી દીપડો કે દીપડી પાંજરે પુરાયા બાદ ગ્રામજનોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત પાંજરે પુરાયેલ જંગલી વન્યપ્રાણી દીપડો પણ ઈજાગ્રસ્ત બની જાય છે. જેના પરિણામે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. જંગલો બચાવવા સદંતર નિષ્ફળ રહેલું વનવિભાગ દીપડાને પાંજરે પુરવામાં પણ હાલ નિષ્ફળ નિવડી રહ્યું છે.