• Gujarati News
  • શિયાળુ પાકની તૈયારી

શિયાળુ પાકની તૈયારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં ખેતરોમાં ડાંગર અને મગફળી સાથે જુવાર, અડદ, સોયાબીન વગેરે ખેતી પાક તૈયાર થઈ ગયા હોવાથી ખેડૂતો આવો પાક ખેતરોમાંથી કાઢીને ઘર તરફ લઈ જવા હોવાના દૃશ્ય ગામડાઓમાં જોવા મળે છે. આ સાથે જ હવે શિયાળુ પાકની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પડેલા સારા વરસાદના કારણે સોનગઢ-વ્યારા વિસ્તારમાં ડાંગરનો બમ્પર પાક થયો છે. જોકે, તુવેર અને અડદના પાકને નુકસાન થયાનું પણ નોંધાયું છે. સોનગઢ વિસ્તારમાં સિંચાઈની સગવડ અલ્પ માત્રામાં હોવાથી કુદરત અને વરસાદ પર જ ખેતી બાબતે આધાર રાખવો પડે છે. તસવીરમાં સોનગઢના આમલીપાડા ગામે એક ખેડૂત ખેતરમાંથી ડાંગરનો પાક લણી લીધા બાદ શિયાળુ પાક એવા ચણાની ખેતી માટે બળદોની મદદથી ખેતર ખેડતો નજરે પડે છે. તસવીર દીપક શર્મા