• Gujarati News
  • કોઠવા ગામે દીપડી પાંજરે

કોઠવા ગામે દીપડી પાંજરે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધુ બે દીપડા દેખાયા છે
શનિવારે સવારે પ્રથમ વખત પાંજરુ જોનારા ખેડૂત અફઝલભાઈના જણાવ્યા પ્રમાણે પાંજરામાં દૂીપડી પૂરાઈ હતી. તેની સામે બે દીપડા પાંજરાની આજુબાજુ આંટા મારતા હતા. આ બંને દીપડા એટલા મોટા હતા કે તેને જોતા જ પ્રથમ ભય સાથે કંપારી છૂટી ગઈ હતી. આ અંગે આરએફઓ વસાવાએ પણ દીપડાનો પરિવાર હોવાની વાતને પ્રાધાન્ય આપી વધુ દીપડા હોવાની શંકા સાથે ફરી અહીં પાંજરુ મૂકવા જણાવ્યું હતું.
ખેડૂતો અને મજૂરો સાવચેતી રાખો
લિંબાડા અને કોઠવા ગામે દીપડો પકડાવાની ઘટના બાદ ખેતરોમાં દિવસ અને ખાસ કરીને રાત્રિના સમયે જતાં ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપતા વન વિભાગના વાંકલ રેન્જના આરએફઓ એન.બી. વસાવાએ જણાવ્યું કે ખેડૂતોએ ખેતરે એકલા જવું નહીં. બેથી વધુના ટોળામાં ખેતરોમાં જવું. આ સાથે રાત્રિના સમયે હાથમાં ર્ટોચ રાખવા સાથે મશાલ પણ સાથે લઈ જવી. જો દીપડો દેખાય તો તેને છેડવો નહીં અને તેને ત્યાંથી શાંતિથી પસાર થવા દેવો. દીપડો શરમાળ પ્રાણી છે, જો તેને પોતાના જીવ પર ખતરો લાગે તો જ હુમલો કરે છે. હાલ શેરડી કાપવાના મજૂરોના પડાવો આવેલા છે. આવા પડાવો પર દીપડાના હુમલાના બનાવો વધુ છે. આથી તેમના પડાવોની આસપાસ મશાલ સળગેલી રાખવી, તેમજ લાઈટની વ્યવસ્થા કરવી જરૂરી છે. ગામમાં કે આવા પડાવોમાં નાના વાછરડા, બકરીના બચ્ચાં, મરઘાને ખુલ્લામાં મૂકવા નહીં. કારણ કે નાના જાનવરોને દીપડા મારણ બનાવે છે. રાત્રિના સમયે ખુલ્લામાં સૂવાનું ટાળવું જોઇએ.