• Gujarati News
  • હરીપુરા પાસે ટ્રક અડફેટે મહિ‌લાનું મોત નીપજ્યું

હરીપુરા પાસે ટ્રક અડફેટે મહિ‌લાનું મોત નીપજ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ : હરિપુર ગામે રહેતા પપ વર્ષીય ગુલીબેન કનુભાઈ રાઠોડ શુક્રવારે ખોલવડ ગામે આર.કે. કોલોનીમાં રહેતી દીકરી બુધલીબેનના મરણ પ્રસંગે ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે ઉંભેળ ગામે હાઈવે નં.૮ પર ક્રોસ કરતા સમયે અજાણી ટ્રકના ચાલકે ગુલીબેનને અડફેટે લેતા તેમને ગંભીર ઇજા થઈ હતી. આથી તેઓને ૧૦૮માં નવી સિવિલમાં લઈ જવાયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.