• Gujarati News
  • ગરીબ બાળકોને ફટાકડા આપી દિવાળીની અનોખી ઉજવણી

ગરીબ બાળકોને ફટાકડા આપી દિવાળીની અનોખી ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કરક ન્યૂઝ. વાલોડ
બુહારી ગામે નવયુવાનો દ્વારા નવા વર્ષે દિવાળીની ઉજવણી અનોખી રીતે કરી ગરીબ જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા, મીઠાઈ આપીને ઉજવણી કરતાં બાળકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
બુહારી ગામના નવયુવાનો દ્વારા દિવાળી નિમિત્તે આદિવાસીઓના ગરીબ બાળકો દિવાળીની ઉજવણી કરવા તેવા શુભ આશયથી ફળિયે ફળિયે જઈ જરૂરિયાત મુજબ ફાટાકડા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. બુહારી ગામના યુવાનોનો નવતર પ્રયોગથી ગામના અગ્રણીઓ પ્રભાવિત થયા હતા અને અભિનદન પાઠવ્યા હતાં.
બુહારી ગામના યુવાન સુરજ દેસાઈ, તાહિ‌ર મુકાતી, યોગેશ પંચાલ સહિ‌તના યુવાનોને ગામના અનેક ફળિયા બોરડી ફળિયા, પુલ ફળિયા સહિ‌ત ઘરેઘરે જઈ ફટાકડાનું વિતરણ કરી બાળકોના મુખ પર સ્મીત ફેલાવ્યું હતું.