• Gujarati News
  • પદયાત્રીઓના કષ્ટને અવસરરૂપ બનવાનો આશય ૃચ્ ’જય અંબે ભંડારા નામની ચલાવાતી સેવાનો ગોવિંદભાઈ ભંડા

પદયાત્રીઓના કષ્ટને અવસરરૂપ બનવાનો આશય ૃચ્/’જય અંબે ભંડારા નામની ચલાવાતી સેવાનો ગોવિંદભાઈ ભંડારીના જણાવ્યા મુજબ વર્ષો પહેલા માતાજીના દર્શને પદયાત્રા અમે કરતાં હતા, તે સમયે માર્ગો પર ચાની પણ સુવિધા ન હતી. તેમજ ઘણી વખત રાત્રે ચા મળતી ન હતી. આવી તકલીફ પદયાત્રીઓને થતી હોય છે. આથી પદયાત્રીઓની સેવા કરવાની મનમાં નક્કી કર્યુ હતું. આજે આઠમા વર્ષે પણ આ સેવા ચલાવી રહ્યો છે.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
નવાવર્ષ- ભાઈબીજના દિવસથી સાઈ ભક્તો શિરડીધામ સાઈના દર્શન માટે પુરી શ્રદ્ધાપૂર્વક પદયાત્રા શરૂ કરે છે. આવા પદયાત્રીઓની સેવા કરી ભક્તિ કરનાર ભક્તો પણ રસ્તા પર ભંડારો ચલાવે છે. બારડોલીના ગોવિંદભાઈ ભંડારી સરભોણ ચોકડી પર ચા, નાસ્તો અને આરામ કરવાની સુવિધા પાંચમ સુધી અંદાજે આઠ વર્ષથી પૂરી પાડી રહ્યાં છે. નિશ્વાર્થ ભાવે ઘર અને તેમના પરિવારના સભ્યો સાથે પદયાત્રીઓની સેવા કરી શ્રમભક્તિની સેવા આપી રહ્યાં છે.
ભગવાનની ભક્તિ કરવાની અનેક રીત છે. ભાઈબીજના દિવસથી સાઈ ભક્તો પદયત્રા કરી શિરડી જઈ સાઈના દર્શન કરી ભક્તિ કરે છે. બારડોલીનો એક પરિવાર ગોવિંદભાઈ ભંડારી આઠ વર્ષથી બારડોલી સરભોણ ચાર રસ્તા પર આ પદયાત્રા માટે નીકળેલા પદયાત્રીઓની સેવા કરી સાઈબાબાની ભક્તિ કરેછે. આઠ વર્ષથી સાઈ ભક્તોને ચા- નાસ્તો, પાણી નિ:શુલ્ક આપી આરામ કરાવવાની સુવિધા સતત પાંચ દિવસ પરિવાર સાથે પૂરી પાડે છે.
આ પણ એક ભક્તિનો રંગ હોવાનું જણાવ્યું હતું. બે દિવસમાં બપોર સુધીમાં એક હજારથી વધુ સાઈ ભક્તોએ તેમના ભંડારા પર આશ્રય લઈ ચા - નાસ્તો કર્યો છે. આ સેવા કરી ગોવિંદભાઈનો પરિવાર ધન્યતા અનુભવે છે કે સાઈ ભક્તોની સેવામાં પણ ભક્તિ હોવાનું જણાવ્યું હતું. દર વર્ષે ભાઈબીજના દિવસથી ભંડારો શરૂ કરી પાંચમ સુધી ચાલુ કરી અનોખી ભક્તિ કરી રહ્યાં છે.