• Gujarati News
  • છત્તીસગઢમાં જન્મ્યા જય શ્રી રામ

છત્તીસગઢમાં જન્મ્યા જય શ્રી રામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરબા. છત્તીસગઢમાં કરતલા બ્લોકના ચારમાર ગામે સોમવારે જન્મેલા ત્રણ નવજાત શિશુને જય ,શ્રી ,રામ નામ આપવામાં આવ્યાં. કેન્દ્રમાં મોદી સરકારે શપથ લીધા તેના ગણતરીના કલાક પહેલાં જન્મેલાં ત્રણ બાળકોને આ નામ આપવામાં આવ્યાં છે. તેમાં જય’ અને રામ’ તો પુત્રો છે જ્યારે શ્રી’ પુત્રી છે. ચારમારમાં સાંઝીરામ રાઠિયાની પત્ની સાવિત્રી રાઠિયાએ જિલ્લા હોસ્પિટલમાં આ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. દંપતી પહેલેથી ચાર બાળકો ધરાવે છે. રાઠિયા દંપતીએ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે કેમ કે મોદી સરકાર બની છે. તેથી તેઓ પણ બાળકોને જય, શ્રી, રામ જેવું નામ આપી રહ્યા છે. દંપતી હવે ચાર પુત્રો અને ત્રણ પુત્રો છે.