• Gujarati News
  • મહારાષ્ટ્રના ૪ સાંસદોને પ્રધાનપદ

મહારાષ્ટ્રના ૪ સાંસદોને પ્રધાનપદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૧૪ ઓક્ટોબરમાં નિર્ધારિત છે ત્યારે તેમાં પણ સારો દેખાવ કરવા માટે મોદી સરકારમાં મહારાષ્ટ્રને નોંધનીય સંખ્યામાં મંત્રાલયો મળ્યાં હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. મહારાષ્ટ્રને ફાળે હાલ ચાર મંત્રાલય આવ્યાં છે ત્યારે વિસ્તરણ સમયે વધુ મંત્રાલયો આવવાની આશા પણ આ સાથે જીવંત છે.મોદી સરકારમાં મહારાષ્ટ્ર સાથે ઉત્તર પ્રદેશ અને બિહારને નોંધનીય સંખ્યામાં મંત્રાલય મળ્યાં છે. મહારાષ્ટ્રમાંથી ગોપીનાથ મુંડે, પ્રકાશ જાવડેકર, અનંત ગીતે અને નીતિન ગડકરેને મોદી સરકારમાં સ્થાન મળ્યું છે. આમાંથી ગીતે સાથે શિવસેનાને ભાગે એક જ મંત્રાલય આવ્યું છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને શિવસેનાને ફાળે વધુ મંત્રાલયો આવવાની સંભાવના છે.
વળી, નીતિન ગડકરીને આમાં કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાય એવી પૂરેપૂરી શક્યતા છે. હવે કોને કયાં મંત્રાલયો મળશે તે જોવું રહ્યું, કારણ કે તેને આધારે મુંબઈ સહિ‌ત મહારાષ્ટ્રમાં વિકાસકાર્યો પર આધાર રહેશે, જેનું સીધું પરિણામ વિધાનસભાની ચૂંટણી પર આવી પડી શકે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન મહાયુતિમાં ઘટક પક્ષ આરપીઆઈ ((આઠવલે))ના રામદાસ આઠવલેને પ્રધાનપદું નહીં મળતાં તેઓ નારાજ થયા છે, જેને કારણે આરપીઆઈના કાર્યકરો પણ નારાજ થયા છે. આથી મહાયુતિ પર તેમને મનાવવાની મોટી જવાબદારી આવી પડી છે.
ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોવાથી આરપીઆઈ ((આઠવલે)) જૂથને નારાજ કરવાનું તેમને પાલવશે નહીં, એમ આ નિરીક્ષકો જણાવી રહ્યા છે.
મહારાષ્ટ્રને હાલ મળેલાં ચાર મંત્રાલયમાં ચારેય એકદમ સક્ષમ ઉમેદવારો છે, જેમને સોંપેલી જવાબદારી તેઓ આબાદ પાર પાડી શકશે એવો પક્ષ નેતાગીરીને પૂરો વિશ્વાસ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.