• Gujarati News
  • શું હવે બહુ જ ઈન્ટરેસ્ટિંગ ટાઈમ’ આવી રહ્યો છે!?

શું હવે બહુ જ ઈન્ટરેસ્ટિંગ ટાઈમ’ આવી રહ્યો છે!?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ની ભાષામાં એક શાપ દેવાતો. તેમાં કહેવાતું હે ભાઈ! તારે ખૂબ જ મઝેદાર’’ વખતમાં જીવવું પડે તેવા દિવસો જોજે.’’ પણ પછી ધીરે ધીરે વખત જતાં પાંચસો વર્ષ પછી આ શાપનું પોતપોતાની રીતે ટ્રાન્સલેશન થવા માંડયું અને આ કહેવત કે શાપ’’ સાવ બદલાઈ ગયો. એ પછી આધુનિક ચીનમાં કહેવાય છે હે ભાઈ! તું શાંતિના સમયમાં કૂતરાની જેમ જીવજે. ’’ આજથી ૧૭૮ વર્ષ પહેલાં ચીન ખાતે ડો. નેચબુલ હુગેસન નામનો બ્રિટિશ એલચી ગયો. તેણે પોતાની આત્મકથામાં ચીનમાં વપરાતાં જુદી જુદી જાતના શાપમાંથી ઉપરનો શાપ બ્રિટનમાં પ્રચલિત કરેલો. બસ પછી તો વાતવાતમાં સૌ પોતપોતાની રીતે આ ભાષાપ્રયોગ બદલતાં ગયા અને આ વાક્ય પ્રચલિત રહ્યું. વી આર લીવિંગ ઈન એન ઈન્ટરેસ્ટિંગ ટાઈમ’’ આપણે બહુ જ રોચક, ચિત્તાકર્ષક, ચિત્તરંજક, હૃદયવિદારક કે દિલચશ્પ દિવસોમાં જીવી રહ્યાં છીએ.
ભારતને આ છેલ્લો અર્થ રાજકારણમાં લાગુ કરીએ તો ૬૭ વર્ષ સુધી નહેરુ પરિવારની સત્તામાં જીવ્યા. વળી તેમાંય ઈન્દિરા યુગ લાં...બો ચાલ્યો અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ પૂંછડે પાપડ બાંધીને ગાંધી પરિવારને કાઢયો ત્યારે સોનિયા અને રાહુલ ગાંધી સત્તાના ઝાંપા બહાર ફેંકાઈ ગયા તે પહેલાં વચ્ચે આઈ.કે. ગુજરાલ, લાલબહાદુર શાસ્ત્રી, દેવે ગૌડા, ચંદ્રશેખર, નરસિંહરાવ વગેરે અલપઝલપ વડા પ્રધાનો આવી ગયા. આવ્યા ને ગયા. અહીં મારે ભાર દઈને કહેવાનું એ છે કે ઈન્દિરા ગાંધીની ટૂંક સમયની ઈમરજન્સી સિવાય કોઈ પણ ભારતનો વડાપ્રધાન ભાગ્યે જ અસરકારક કે કાંઈક કરીને પછી જ ગયો હોય તેવું બન્યું છે. બહુ બહુ તો કઠણાઈઓ વધારી છે કે રૂપિયાનું અવમૂલ્યન કર્યું છે.
હવે ! ભારતના સ્વતંત્રતા પછીના ઈતિહાસમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદને એટલું હિ‌લોળે ચઢાવ્યું... એટલું હિ‌લોળે ચઢાવીને એ પદને સાવ લેવા- દેવા વગરનું ખોટું મહત્ત્વ આપ્યું કે સામાન્ય માનવી પણ એ વડાપ્રધાન’ નામના તદન નક્કામા, બિનઅસરકારક, ભારતના આર્થિ‌ક કે રાજકીય કે કોઈ પણ દૃષ્ટિએ યાદગાર કામ કરી ગયા નથી. તેવા પદને જાંજપખાજ વગાડે છે. પરંતુ પરંતુ ઉપર મેં જે કહેવતથી શરૂઆત કરી તેને લઈએ તો ભાવિના ગર્ભમાં નરેન્દ્ર મોદી શું આપણને ઈન્ટરેસ્ટિંગ ટાઈમ’ પીડાદાયક દિવસો આપશે કે તે પોતે કહે છે. તેમ અચ્છે દિન આને વાલે હૈ?’’ એવા દિવસો આપશે. રોબ‌ર્ટ એફ કેનેડીએ ૧૯૬૬માં કેપટાઉનમાં ભાષણ આપ્યું ત્યારે આ વાક્ય વાપર્યું હતું. તેણે કહેલું કે અમેરિકા બહુ જ કઠિન આર્થિ‌ક તકલીફમાં ફસાવાનું છે. હિ‌ન્દુસ્તાન જેવો વિકસતો દેશ પણ અમેરિકાનું નાક દબાવશે એક એરિક હોલસ્વામ નામના ઈતિહાસકારે આ વાક્ય ((ઈન્ટરેસ્ટિિંગ ટાઈમ)) તેની આત્મકથાના મથાળા માટે વાપરેલું. તેમાં તેણે ઈગ્લેન્ડના ઈતિહાસને બદલે પોતે બે-બે, ત્રણ- ત્રણ પ્રેમિકાઓ કે રખાત કે પ્રેમિકા કે પત્ની તરીકે રાખીને કેવો ઈન્ટરેસ્ટિંગ ટાઈમ જોયો તે લખ્યું છે! આપણા નવા વડાપ્રધાન જે બહુ છોગાળે ચઢયા છે તેને સારું છે કે કોઈ પ્રેમિકા હજી સુધી બહાર આવી નથી. માત્ર હમણા ડો. જો મેકેન્ડ્રીવુ નામના વિજ્ઞાનીએ ૨૯-૩-૨૦૧૪ના રોજ લખ્યું છે કે મે યુ લીવ ઈન ઈન્ટરેસ્ટિંગ ટાઈમ’’ એમા જે રસપ્રદ કે ઉપાધિવાળો જે સમય છે તે ધરતીકંપ કે કુદરતી તોફાનોને લગતો જ સમય છે. એમાં સામાજિક અને નવી નવી ટેક્નોલોજિકલ શોધો થાય તેનાથી સમાજમાં જે ઊથલપાથલ થાય તે હવે આતુરતાથી જોવાનું છે તેમ લખ્યું છે. જગતમાં સામાજિક અને ઈકોનોમિક્સ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થઈ રહ્યાં છે. ઈગ્લેન્ડ અને યુરોપની અડધો અડધ વસતિ લગ્ન કર્યા વગર રહે છે. હિ‌ન્દુસ્તાનને માત્ર થોડાક પ્રધાન પત્નીવાળા મળ્યા છે. બાકી વાંઢા, વિધુર કે પરણેલા છતાં એકલા રહેનારા મળ્યા છે. તમે વ્હોટસ એપ’’નામ સાંભળ્યું છે. તેનો સ્થાપક જેનકોમ ૩૮ વર્ષનો છે અને આજે તેનું વ્હોટસ એપ પ૦ કરોડ લોકો જગતભરમાં વાપરે છે. ભારતમાં ત્રીજા ભાગના વાપરે છે.
ડો. જ્હોન આઈકરીડ નામના વિજ્ઞાની માને છે કે આપણે થોડા સમયમાં એક જબ્બર વૈશ્વિક કટોકટીમાં સપડાવાનાં છીએ! હવે એ કટોકટી આર્શીવાદરૂપે આવશે કે શાપરૂપે આવશે. નરેન્દ્ર મોદી ભારત માટે આર્શીવાદરૂપ કરશે કે પાકિસ્તાન સામે યુદ્ધ નોતરશે? મોદીના શાસનનું ડેન્જર છે અને તક પણ છે. નરેન્દ્ર મોદી બિલકુલ બિનઅસરકારક કે આપણા સરદાર’ની બીજી નવી આવૃત્તિ બનશે? નરેન્દ્ર મોદી વિશે મોટાભાગના ગુજરાતી અખબારોએ તંત્રીલેખનાં પાનાં મોદીવેવમાં ઉડાડી દીધાં છે. કુદરતી છે. પણ એક મારો અનુભવ જોઈ લો.ઈન્દિરાએ ઈમરજન્સી લાદી પછી મહારાણી બની અને પછી ચૂંટણી આવી તેમાં કરુણ રીતે ઈન્દિરાનાં સુપડાં સાફ થઈ ગયાં.
ચૂંટણી પછી ઈન્દિરા મુંબઈ આવી. અહીંના મહારાષ્ટ્ર સરકારનાં ગેસ્ટહાઉસમાં ઈન્દિરાજી ઊતર્યાં. હું પત્રકાર તરીકે સવારે ૯ વાગે તેને વાલકેશ્વરના એ ગેસ્ટહાઉસમાં મળવા ગયો. ઈન્દિરાજી બની-ઠનીને તેની ખાદીની સાડીને તેની યુઝવલ સ્ટાઈલમાં પહેરીને તેના રૂમમાંથી ફટફટ બહાર નીકળ્યાં. ફટફટ દાદરો ઊતરીને નીચે હોલમાં આવ્યાં. હોલમાં માત્ર મને જોયો. મને પૂછયું કોઈ નહીં આયા?’’ મેં પણ સામે કહ્યું હા કોઈ નહીં આયા!’’ ઈન્દિરાજી હાર્યા એટલે એક પણ કોંગ્રેસી જે ગઈકાલ સુધી ઈન્દિરાનું તળિયું ચાટતા હતા તેઓ ભાવ પૂછવાય આવ્યા નહોતા!!! અડધો કલાક સાવ અમે બંને એકલાએ સાથે કોફી પીને ગાળ્યાં. ઈન્દિરાજી મને જાણતા હતા. કારણ કે જ્યારે તે મહારાણી હતા ત્યારે સાવજને જોવા ગીરના જંગલમાં હું તેને મળ્યો હતો. પણ અહીં વાત એ યાદ રાખવાની છે! કોઈ નહીં આયા? મને ઈન્દિરાજીના ઝળહળતા સૂરજના સમય પછી તેમને સ્વાર્થી‍ કોંગ્રેસીઓએ હડસેલા તે યાદ આવ્યું. ટોચ ઉપરથી પછી હંમેશાં નીચે પડવાનું હોય છે અને વડાપ્રધાનનું પદએ ટોચનું છે વડાપ્રધાન તરીકે મોદી શું ઉકાળશે અને ૨૦૧૯ પછી શું થશે તે બહું જ ઈન્ટરેસ્ટિંગ ટાઈમ હશે. સો? એટલે? ચાલો આપણે ઈન્ટરેસ્ટિંગ ટાઈમની રાહ જોઈએ. મોદીએ બીજાનું કર્યું’’ તેવું હે ભગવાન આ મોદીનું ન કરતો. તેના ઉપર દયા કરજે.