• Gujarati News
  • દાનહમાં આદિવાસી ખેડૂતોએ ચાર ગણા વધુ વળતરની માગ કરી

દાનહમાં આદિવાસી ખેડૂતોએ ચાર ગણા વધુ વળતરની માગ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સેલવાસ
સંઘપ્રદેશ દાનહમાં તત્કાલીન પ્રશાસન નરેન્દ્ર કુમાર દ્વારા દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિક વાહનોનાં ભારને ઓછો કરવા અને સીધો તલાશરી હાઇવેથી જોડવા તથા સાડા પાંચ કિ.મી લાંબો વેલુગામ રોડની પહોળાઇ વધારવા માટે ૯૧ આદિવાસી ખેડુતોની જમીનો કબ્જે કરી હતી. પરંતુ તત્કાલીન પ્રશાસન દ્વારા યુપીએ સરકારના ભૂમી અધિકરણ નિયમોનું પાલન કરવાના બદલે જુના જમીન અધિકરણના નિયમો અનુસાર આદિવાસી ખેડૂતોની જમીન અધિકરણ કરવામાં આવી હતી. જ્યારે આ યોજનામાં પોતાની જમીન ગુમાવનાર આદિવાસી ખેડૂતો પ્રશાસન પાસે ચાર ગણા વળતરની માંગ કરી રહ્યા છે.
ખેડૂતો આ માંગને લઇ સોમવારે મોટી સંખ્યામાં કલેક્ટરેટ કાર્યાલયમાં પહોંચી જીએસ મીણાની અનુઉપસ્થિતીમાં ઉપકલેક્ટર પ્રશાંત કુમારે પ્રભાવિત ખેડુતોની સમસ્યા સાંભળી ખેડુતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, ખેડૂતોને નિયમો અનુસાર તેમને વળતર આપવામાં આવશે. તેમની માંગને પ્રશાસન ગૃહમંત્રાલય સુધી મોકલાવશે. જેનાથી બધા ખેડુતોને જમીન અધિગ્રહણના નવા નિયમો અનુસાર વળતર મળી શકે.