• Gujarati News
  • દાનહમાં રિક્ષા ચાલકે ટ્રાફિક હવલદારને ઉડાવ્યો

દાનહમાં રિક્ષા ચાલકે ટ્રાફિક હવલદારને ઉડાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ સોમવાર સવારે ટ્રાફિક હવલદાર આર આર બોસરા સેલવાસ પોલીસ મથક સામે ઊભા રહી વાહનોની તપાસ કરી રહ્યા હતા. તે સમય જીજે-૧પ-ટીટી-૭૮૪૯ નંબરની રિક્ષા જેને સોનું તિવારી નામક રિક્ષા ચાલક હંકારી રહ્યો હતો. પોલીસને જોઇને ભાગવાના ચક્કરમાં ત્યાં ઊભી એક બાઇક સાથે અથડાતા રિક્ષા પલટી મારી ગઇ અને તેમાં સવાર એક મહિ‌લી અને બે છોકરાને નજીવી ઇજા પહોંચી હતી. આ ઘટનાની ઝપેટમાં ટ્રાફિક હવલદાર આર આર બોસારા પણ આવી ગયા હતા અને તેમને નાક પર ઇજા પહોંચતા તેના નાકમાંથી લોહી શરૂ થઇ ગયું હતું. ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ રિક્ષા ચાલકને ગિરફ્તાર કર્યો હતો.