• Gujarati News
  • વાપીમાં તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ ઝડપાયા

વાપીમાં તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુગારના દાવમાં મૂકાયેલા ~૬પ૦૦ કબજે લઇ પોલીસે આરોપીની ધરપકડ કરી
ભાસ્કર ન્યૂઝ. વાપી
વાપી ચંદન પુષ્પ હોલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાં તીન પત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રવિવારે રાત્રે ટાઉન પોલીસે છાપો માર્યો હતો. પોલીસ જુગાર રમતા ત્રણ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી જુગારના ૬પ૦૦ રૂપિયા કબજે કર્યા હતા.
વાપી સેલવાસ માર્ગ ઉપર ચંદન પુષ્પ હોલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાં રવિવારે રાત્રે કેટલાક જુગારિયા રૂપિયા ઉપર દાવ લગાવીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ટાઉન પોલીસને મળી હતી. પોલીસે રાત્રે તાત્કાલિક કાર્યવાહી કરીને જુગારના ધામ ઉપર છાપો માર્યો હતો.
જુગાર રમતા ત્રણ આરોપી મંગલરામસિંગ રહે. ગુજરાતી સ્કૂલની સામે, ગીતા નગર, ભીખાભાઇ બાબુરાવ કામળે રહે. ઇમરાન નગર, રહેમાનભાઇની ચાલીમાં તથા ગીતા નગર મોહનભાઇની ચાલમાં રહેતા હરીદાસ ફકીરદાસ સોનવણેને ઝડપી લીધા હતા. પોલીસે તેમની અંગ ઝડતી અને જુગારના દાવમાં રાખવામાં આવેલા રોકડા રૂપિયા ૬પ૦૦ કબજે લીધા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.