• Gujarati News
  • ઓછા પાકને લઈ કેરીના ભાવ વધવાની શક્યતા

ઓછા પાકને લઈ કેરીના ભાવ વધવાની શક્યતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વાપી
વલસાડ જિલ્લો કેરીના પાક માટે ખુબ જ જાણીતો છે,પરંતુ ચાલુ વર્ષે કેરીનો પાક પ્રમાણમાં ઓછો થયો છે, જિલ્લાના તમામ તાલુકામાં કેરીઓ પાક ઓછો થતાં ખેડૂતો અને વેપારીઓ ચિંતિત છે. કેરીઓનો પાક ઓછો થવાના કારણે હવે કેરીના ભાવ વધવાની શકયતા વધી ગઇ છે. બજારમાં જિલ્લાની તૈયાર કેરીઓ પણ ધીમે-ધીમે આવી રહી છે.
દક્ષિણ ગુજરાતની આંબાવાડીઓમાં આ વખતે પુષ્કળ પ્રમાણમાં મંજરી આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી,પરંતુ કેરીના પાકને અનુકૂળ વાતાવરણ ન મળવાના કારણે વલસાડ જિલ્લામાં કેરીનો પાક ઓછો થયો છે. પારડી,ધરમપુર,વલસાડ અને ઉમરગામ તાલુકામાં હાફુસ કેરીનો પાક ૩૦થી ૪૦ ટકા અને કેસર કેરીનો પાક ૨૦થી ૩૦ ટકા ઓછો થયો છે, જેના કારણે હવે કેરીના ભાવો વધવાની સંભાવના વધી ગઇ છે. કેરીના ઓછા પાકના કારણે ખેડૂતોમાં પણ ચિતાંના વાદળો છવાયા છે, વેપારીઓના મતે કેરીનો પાક ચાલુ વર્ષે પ્રમાણમાં ઓછો થતાં હવે કેરીના ભાવો વધશે. આમ વલસાડ જિલ્લામાં કેરીનો પાક ઓછો થતાં લોકોએ વધારે કેરીના પૈસા વધારે ખર્ચવા પડશે.