• Gujarati News
  • છેલ્લા બોલે છગ્ગો મારી મુંબઈ નોકઆઉટમાં

છેલ્લા બોલે છગ્ગો મારી મુંબઈ નોકઆઉટમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . મુંબઈ
મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલની સૌથી તોફાની મેચ જીતીને નોકઆઉટ રાઉન્ડમાં ક્વોલિફાય થયું છે. તેણે ૧૪.૪ ઓવરમાં ૧૯પ રન બનાવીને રાજસ્થાન રોયલ્સના અરમાનો ઉપર પાણી ફેરવી દીધું હતું. તેણે છેલ્લા ૪૦ બોલમાં ૧૦૭ રન બનાવ્યા હતા. મુંબઈની ટીમ યુએઈ ... અનુસંધાન પાના નં. ૧૩
ખાતે પોતાની તમામ પાંચેય મેચ હારી ગઈ હતી.
સ્કોર બરાબર થતાં ખરાખરીનો ખેલ થયો
મુંબઈએ નોકઆઉટ રાઉન્ડમાં ક્વોલિફાય થવા માટે ૧૪.૩ ઓવરમાં ૧૯૦ રન બનાવવાના હતા પણ તેણે એટલી જ ઓવરમાં ૧૮૯ રન બનાવ્યા તો મૂંઝવણ ઊભી થઈ. રાજસ્થાનના ખેલાડીઓએ ઉજવણી કરવાની પણ શરૂ કરી દીધી હતી. અમ્પાયરોએ જણાવ્યું હતું કે પછીના બોલે ચોગ્ગો મારવાથી મુંબઈ ક્વોલિફાય થઈ જશે. આ બોલ ક્રીઝ ઉપર તરત જ ઉતરેલા આદિત્ય તારેએ રમવાનો હતો. તેણે જેક ફોકનરના લો ફુલટોસ ઉપર છગ્ગો મારીને રાજસ્થાન રોયલ્સનું કામ પૂરું કરી નાખ્યું.
સારા રનરેટનો ફાયદો
આ મેચ દરમિયાન મુંબઈ અને રાજસ્થાન બંને ટીમોના ૧૪-૧૪ મેચોમાં ૧૪-૧૪ પોઇન્ટ્સ થઈ ગયા હતા. પણ મુંબઈને સારા રનરેટનો ફાયદો થયો હતો. તેનો રનરેટ †૦.૦૯પ રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સનો રનરેટ †૦.૦૬૦ રહ્યો હતો. મેચ વિનર કોરી એન્ડરસન ((૪૪ બોલમાં ૯પ રન)), અંબાતી રાયડુ ((૧૦ બોલમાં ૩૦ રન))
સ્કોર રાજસ્થાન રોયલ્સ ૧૮૯/૪, મુંબઈ ઇન્ડિયન્સ ૧૯પ/પ ((૧૪.૪ ઓવર)) આગામી બે મેચ
૨૭મી મે ક્વોલિફાયર ૧ ((પંજાબ વિ. કોલકાતા))
૨૮મી મે એલિમિનેટર ((ચેન્નાઈ વિ. મુંબઈ