• Gujarati News
  • ટાટની પરીક્ષામાં સાત જેટલા કોપીકેસ નોંધાયા

ટાટની પરીક્ષામાં સાત જેટલા કોપીકેસ નોંધાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ધો. ૯થી ૧૨ની શાળાઓમાં શિક્ષક માટેની ટાટ((ટીચ‌ર્સ એપ્ટિટયૂડ ટેસ્ટ)) રાજ્યમાં ૯ કેન્દ્રોમાં રવિવારે યોજાઈ હતી. આ પરીક્ષામાં અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતી માટેની પરીક્ષામાં પ્રથમ વખત અંગ્રેજી માધ્યમમાં પ્રશ્નપત્ર આપીને સારા શિક્ષકો મળે તે માટેની પહેલ કરવામાં આવી હતી. આ પરીક્ષામાં સાત જેટલા કોપીકેસ નોંધાયા છે. રાજ્યમાં ૭૮૪૨પ પરીક્ષામાંથી ૬૦૧૪૨ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. આ પરીક્ષા અંતર્ગત અમદાવાદમાંથી સાત,રાજકોટમાંથી ત્રણ, સુરતમાંથી એક કોપી કેસ નોંધવામાં આવ્યો છે. ટાટના પેપર નંબર -૧માં બે પ્રશ્નોમાં ચાર ને બદલે પાંચ વિકલ્પો અપાયા હતા.