• Gujarati News
  • ઈપીએસ ૃચ્ ’મહેશ ત્રિવેદીૃચ્ ’ક્ૂોર્‍જ્ોૃઞ્ચૈત્ર્‍ૈૌ૧૨૩@ર્‍ક્ૂૌ્ર.ેગ્ક્

ઈપીએસ ૃચ્/’મહેશ ત્રિવેદીૃચ્/’ક્ૂોર્‍જ્ોૃઞ્ચૈત્ર્‍ૈૌ૧૨૩@ર્‍ક્ૂૌ્ર.ેગ્ક્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે મિત્રો કમાવા માટે દેશાટને નીકળ્યા હતા. રસ્તામાં ભૂખ લાગી એટલે જમવા બેઠાં. પહેલો મિત્ર હતો તેણે પહેલાં મિઠાઇ, ફરસાણ સહિ‌તના પકવાન પતાવી દીધાં અને રોટલો, ગોળ, લીલું મરચું, છાસ જેવી આઇટેમ બાકી રાખી બીજો હતો. તેણે તેનાથી ઊલટું કર્યું. બીજા દિવસે ભૂખ્યા તરસ્યા કામ-ધંધાની શોધમાં આખા દિવસના રઝળપાટના અંતે ફરી જમવા બેઠાં ત્યારે પહેલો મિત્ર સૂકાઇ ગયેલો રોટલો, ગોળ, કરમાઇ ગયેલું મરચું, બટાઇ ગયેલી છાસ ખાઇને માંદો પડયો. જ્યારે બીજો મિત્ર મસ્તીથી તમામ બચાવેલા મષ્ટિાન જમીને ફરી તાજો-માજો થઇ ગયો. ટૂંકમાં ફાઇનાન્સિય પ્લાનિંગમાં પણ જો કારકિર્દીની શરૂઆતમાં મોજ-શોખ અને લક્ઝુરિયસ લાઇફ પાછળ નાણા વેડફવાના બદલે રિટાયરમેન્ટ માટેનું મૂડીરોકાણ પહેલાં કરેલું હશે તો પાછલી અવસ્થામાં આર્થિ‌ક માંદગીનો ભોગ બનવામાંથી બચી શકશો!
ફાઇનાન્સિયલ પ્લાનિંગના વિવિધ પાસાં સમજવા/સમજવવા માટે ખુદ સર્ટિ‌ફાઇડ ફાઇનાન્સિય પ્લાનરને પણ દિવસો નીકળી જાય. પરંતુ સાદી અને સરળ ભાષામાં એવું કહી શકાય કે, આર્થિ‌ક જીવનનો છેલ્લો પડાવ ગણાતા રિટાયરમેન્ટ ((નિવૃત્તિ)) દરમિયાન આવકના સ્ર્ાોત તૈયાર કરવાની જોગવાઇ પહેલાં કરવાની રહે છે. ત્યાર પછીના ક્રમે મૂડીરોકાણ આયોજન, ઇન્સ્યોરન્સ, એસ્ટેટ પ્લાનિંગ, બાળકો અને વડીલોની મદદ તેમજ ડેટ મેનેજમેન્ટ સૌથી છેલ્લે આવે છે.