• Gujarati News
  • રાજયમાં જમીન ચકાસણી માટે નવા ૭૭ રિચ‌ર્સ સેન્ટરો શરૂ કરાયા ગણપત વસાવા

રાજયમાં જમીન ચકાસણી માટે નવા ૭૭ રિચ‌ર્સ સેન્ટરો શરૂ કરાયા-ગણપત વસાવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વાપી
દેશનો કૃષિનો દર ૩ ટકા છે ,જયારે ગુજરાતનો કૃષિ દર ૧૨ થી ૧૩ ટકાની વચ્ચે છે,કૃષિ વિકાસ માટે કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજી ગામડે-ગામડે કૃષિ રથ ફરી ખેડૂતોને માર્ગદર્શન આપશે.રાજયમાં જમીન ચકાસણી માટે નવા ૭૭ રિચ‌ર્સ સેન્ટરો નવા શરૂ કરાયા છે. આ શબ્દો પારડી તાલુકાના પરિયા ગામે કૃષિરથનું પ્રસ્થાન કરાવવા આવેલાં વન અને પર્યારણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહયા હતાં.
વલસાડ જિલ્લાના તમામ ખેડૂતોને માર્ગદર્શન આપવા ૨પ થી ૯ જુન સુધી કૃષિરથ ફરજે. જે અંતગર્ત રવિવારે પારડી તાલુકાના પરિયા મુખ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં કૃષિ મહોત્સવ-૨૦૧૪ જિલ્લા કક્ષાના કૃષિરથ પ્રસ્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઇ વસાવાએ આ કૃષિરથને પ્રસ્થાન કરાવતાં જણાવ્યું હતું કે દેશનાં વિકાસમાં કૃષિનું મહત્વનું યોગદાન રહયું છે. રાજયમાં ૧૩ કરોડની સબસિડી કૃષિક્ષેત્રે અપાઇ છે. કૃષિના વિકાસ માટે ખેડૂતોને ૯૨ હજાર વીજ કનેકશનો આપ્યાં છે. ઉપરાંત રાજયમાં ૭૭ જમીન ચકાસણી માટે નવા રિચ‌ર્સ સેન્ટરો શરૂ કરાયા છે. આ કાર્યક્રમમાંમ ખેડૂતોને કીટનું વિત્તરણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ,નવા ચૂંટાયેલા સાંસદ ડો.કે.સી.પટેલ,કલેકટર ડો.વિક્રાંત પાંડે, પારડી નગરપાલિકા પ્રમુખ શરદભાઇ દેસાઇ,કારોબારી અધ્યક્ષ નિલેશ ભંડારી વગેરે હાજર રહયા હતાં.