• Gujarati News
  • અમે અમારી સીટ’ મેળવીને જ ઝંપીશુંૃચ્ ’

અમે અમારી સીટ’ મેળવીને જ ઝંપીશુંૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિ‌ડૌન સિટી . શનિવારે વિશ્વની અડધી વસતી અર્થાત્ મહિ‌લાઓનો દિવસ હતો. દરેક શહેર અને નગરમાં આ પ્રસંગે અનેક કાર્યક્રમનું આયોજન થયું હતું ,પરંતુ વિશ્વભરની મહિ‌લાઓ હજી પોતાના અધિકાર માટે લડી રહી છે. દેશમાં આગામી મહિ‌ને લોકસભા ચૂંટણી છે ,પરંતુ મહિ‌લાઓને ૩૩ ટકા અનામતનો મુદ્દો હજી અધ્ધરતાલ જ છે. રાજસ્થાનમાં મહિ‌લા દિવસે મહિ‌લાઓને રોડવેઝ બસમાં વિના ટિકિટે સફર કરવાની છૂટછાટ આપવામાં આવી હતી. તસવીર કરોલીની છે. એક મહિ‌લાએ બેઠક મેળવવા આ રીતે બસમાં પ્રવેશ કર્યો હતો. તે જાણે કે કહી રહી હતી કે અમે કોઇ વાતે પુરુષો કરતાં ઊતરતી નથી. પોતાની સીટ ’ મેળવીને જ ઝંપીશું