Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સત્યમેવ જયતે-૧ બાદ ધમકી મળી હોવાનો આમીરનો ઇનકાર
પીટીઆઈ. મુંબઈ
ટેલિવિઝન શો સત્યમેવ જયતેની તેની પ્રથમ સીઝનમાં સંવેદનશીલ મુદ્દાઓ છેડવાને લીધે મોતની ધમકી આવી હોવાના અહેવાલોને અભિનેતા આમિર ખાને નકારી કાઢયા હતા. સત્યમેવ જયતેની પ્રથમ સીઝનમાં સ્ત્રી ભ્રૂણ હત્યા, તબીબી ગેરવ્યવહારો અને ઓનર કિલિંગ જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા, જે પછી સેંકડો ધમકી આવી હોવાનો અહેવાલ વહેતા થયા હતા.
હવે સત્યમેવ જયતેના બીજા ભાગમાં લોકસભાની ચૂંટણી ૨૦૧૪ અને શાસન સંબંધી મુદ્દાઓ પર પ્રકાશ પાડવાનો હોવાથી જાનનું જોખમ ધ્યાનમાં લેતાં આમિરે બુલેટ પ્રૂફ કારનો ઓર્ડર આપ્યો હોવાના પણ અહેવાલો વહેતા થયા હતા. આમિર કહે છે, મને કોઈ ધમકી મળી નથી અને મને ડર નથી. અફવાઓ પર ધ્યાન નહીં આપતા. ૪૮ વર્ષીય આમિર આ શોનો એન્કર છે, જેને બીજો ભાગ ૨ માર્ચથી પ્રસારિત થવાનો છે. અમે પોતાને સંદેશ આપનાર તરીકે માનીએ છીએ, અમારી જવાબદારી મુદ્દાઓ પર બોલવાની, આંકડાવારી રજૂ કરવાની અને કાયદા વિશે બોલવાની છે. હું લોકોને પણ આ ચળવળમાં જોડાવા અનુરોધ કરું છું. અંગત રીતે હું મહિલા સશક્તિકરણનો પ્રચાર કરવા માગું છું, એમ પણ તેણે જણાવ્યું હતું.