તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દસ વર્ષ અગાઉ પણ ચણોદના શિવમ જેવો બનાવ ટાઉનમાં બન્યો હતો સાત વર્ષની પુનમની રહસ્યમય સંજોગમાં લિફ્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દસ વર્ષ અગાઉ પણ ચણોદના શિવમ જેવો બનાવ ટાઉનમાં બન્યો હતો- સાત વર્ષની પુનમની રહસ્યમય સંજોગમાં લિફ્ટના બેઝમેન્ટમાંથી લાશ મળી હતી સાત વર્ષની પુનમની રહસ્યમય સંજોગમાં લિફ્ટના બેઝમેન્ટમાંથી લાશ મળી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાપી
વાપીના ચણોદગામે શ્રીનાથજી પાર્કમાં રહેતા સાત વર્ષના શિવમની લિફ્ટના બેઝમેન્ટમાંથી રહસ્યમય રીતે લાશ મળી આવ્યા બાદ તેમના માતા-પિતા હત્યાની આશંકા સેવી રહ્યા છે. શિવમના મોતને લઇ વાપી વાસીઓને દસ વર્ષ અગાઉ આવા જ એક કિસ્સામાં પુનમ નામક બાળકીની લાશ મળી આવવાની ઘટનાને ફરી યાદ કરાવી છે. પુનમની હત્યા થઇ હોવા અંગે અને પોલીસ ઉપર તપાસ કરવા માટ અનેક દબાણો લાવવામાં આવ્યા હતા. છતાં કેસ વણ ઉકેલ્યો રહ્યો હતો.
ચણોદના શ્રીનાથજી પાર્કમાં રહેતા સંતોષ મિશ્રાના સાત વર્ષીય પુત્ર શિવમની શુક્રવારે લિફ્ટના બેઝમેન્ટમાંથી લાશ મળી આવી હતી. ટાઉન પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇને તપાસ હાથ ધરી હતી. જોકે, આ બનાવના ચાર દિવસ પછી શિવમના પિતા સંતોષ મિશ્રાએ તેમના પુત્રને ધક્કો મારી અથવા અન્ય રીતે ઇજા પહોંચાડી લિફ્ટના બેઝમેન્ટમાં ફેંકી દેવાની આશંકા વ્યક્ત કરી છે. વાપીમાં દસ વર્ષ અગાઉ ટાઉન સ્થિત રામજી મંદિર નજીક આવેલા વૈભવ એપા‌ર્ટમેન્ટના લિફ્ટ બેઝમેન્ટમાંથી પણ સાત વર્ષની પુનમ નામક બાળકીની લાશ મળી આવી હતી.
પુનમના સ્વજનો અને સંસ્થાએ રેલી કાઢીને પુનમના મોતની તપાસ કરવા માટે પોલીસ ઉપર દબાણો લવાયા હતા. પોલીસે અનેક શંકમદોને રાઉન્ડ અપ લઇને કડક પૂછપરછ કરી હતી જો કે, પોલીસ હત્યારા સુધી પહોંચી શકી ન હતી. દસ વર્ષ બાદ ફરી એક વખત ચણોદમાં આ પ્રકારના બનાવે લોકોને પુનમના મોતની ઘટના રિવાઈન્ડ થઇ હતી. વાપી વિભાગના એએસપી શ્વેતા શ્રીમાળી અને તેમની ટીમે ચણોદના શિવમના મોતમાં ફરીથી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે, ત્યારે શિવમના મોતનું મોતનું કારણ બહાર આવશે કે પછી તેમના મોત સાથે જ હમેંશના માટે ધરબાઇ જશે એ હવે જોવું રહ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો